શિવરાત્રિના દિવસે તમે પણ ઘરે આ રીતે ઠંડાઇ બનાવો. આ ઠંડાઇ ઘરમાં બધાને બહુ ભાવશે. આ ઠંડાઇ તમે પ્રસાદમાં પણ મુકી શકશો. આ ઠંડાઇ તમે ઉનાળામાં પીશો તો ગરમીમાંથી અનેક રાહત મળશે. તો જાણી લો કેવી રીતે બનાવશો ઠંડાઇ.
સામગ્રી
1.5 લીટર મલાઈ વાળુ દૂધ
1.5 વાટકી ખાંડ
બદામ
કાજુ
પિસ્તા
મગજતરીના બી
3 મોટી ચમચી ખસખસ
1 ચમચી વરિયાળી
કેસરના તાંતણા
એલચી
તજનો ટુકડો
મરીના ટુકડા
ગુલાબની પાંદડી
બનાવવાની રીત
- ઠંડાઇ બનાવવા માટે સૌ પ્રથમ ફૂલ ફેટ મલાઈવાળુ દૂધ લો.
- આ દૂધને મિડીયમ ગેસ પર ગરમ કરો.
- દૂધ ઉકળવા આવે ત્યારે એમાં કેસર અને ખાંડ નાંખી દો.
- ત્યારપછી 4-5 મિનિટ સુધી દૂધ ઉકાળો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે બદામ, કાજુ, પિસ્તા, મગજતરીના બી, વરિયાળી અને ખસખસને એક સાથે પીસી લો.
- હવે પેસ્ટ બનાવવા માટે થોડુ દૂધ પણ તમે ઉમેરી શકો છો.
- પછી એલચી, ગુલાબની પાંખડી, તજ અને મરીને પીસી લો અને બારીક પાઉડર બનાવી લો.
- ઉપર જણાવેલ મુજબ બધી જ પ્રોસેસ થઇ જાય પછી દૂધ કેટલુ ઉકળ્યુ છે એ ચેક કરી લો. જો દૂધ બરાબર ઉકળ્યુ ના હોય તો હજુ થોડી વાર સુધી ઉકાળો.
- હવે એમાં સૂકામેવાની પેસ્ટને દૂધમાં મિક્સ કરી દો અને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર ઉકળવા દો.
- હવે ઉપર જણાવ્યા મુજબ બનાવેલો મસાલો આમાં એડ કરી દો.
- તો તૈયાર છે ‘ઠંડાઇ’
- આ ઠંડાઇમાં તમે ગુલાબની પાંખડી નાંખીને સર્વ કરો છો તો દેખાવમાં મસ્ત લાગશે.
- આ ઠંડાઇમાં તમે બરફ પણ નાંખી શકો છો.
- બરફ નાંખીને ઠંડાઇ પીશો તો પીવાની બહુ જ મજા આવશે.


















Recent Comments