આજકાલ નવી પેઢીને જગ્યા કે વ્યક્તિઓ સાથે કોઈ સબંધ જ જાણે નથી રહ્યો. અનેક કિસ્સામાં ભગવાનના મંદિરમાં પણ હવે કોઈ મર્યાદા નથી રાખવામાં આવતી. આજ પ્રકારનો એક કિસ્સો મધ્ય પ્રદેશમાંથી સામે આવ્યો છે. ઈન્દોરમાં એક મંદિરના પરિસરમાં ‘શિવલિંગ’ સામે અશ્લીલ કૃત્યો કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. શિવલિંગની સામે આ પ્રકારના અશ્લીલ કૃત્યો કરતા વ્યક્તિની પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (દ્ગજીછ) હેઠળ એક ૩૦ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. એક અધિકારીએ સોમવારે આ અંગે મીડિયાને વિગતવાર માહિતી આપી હતી. રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ આ વ્યક્તિના વર્તનને અત્યંત નિંદનીય ગણાવ્યું હતું. શહેરના સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તહજીબ કાઝીએ જણાવ્યું હતું કે, “૩૦ વર્ષીય વસીમ ઉર્ફે ઘંટીએ શુક્રવારે ઈન્દોરના વિશ્વેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સમક્ષ અશ્લીલ હરકતો કરી હતી.
મંદિરના પરિસરમાં લાગેલા સીસીટીવીમાં આ સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હતી. ફરિયાદને આધારે ફૂટેજ ચકાસીને ઘંટીની અટકાયત કરવામાં આવી છે.” કાઝીએ જણાવ્યું હતું કે, શહેરમાં ટાયર રિપેરિંગની દુકાન ચલાવતા આરોપી ઘંટીની નેશનલ સિક્યોરિટી એક્ટ એટલેકે દ્ગજીછ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ પર ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર)ની કલમ ૨૯૫ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કલમ હેઠળ આરોપી પર કોઈ પણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને ઈજા પહોંચાડવી અથવા અપવિત્ર કરવાનો આરોપ લાગ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ઘંટી પર દ્ગજીછ લાદવામાં આવ્યો છે.
જાે પોલીસને લાગે કે વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે ખતરો છે તો દ્ગજીછ મહિનાઓ સુધી વ્યક્તિને અટકાયતમાં રાખવાની મંજૂરી આપે છે. કાઝીએ એ પણ માહિતી આપી હતી કે આઝાદ નગર વિસ્તારમાં તેના મકાનમાં કોઈ ગેરકાયદે બાંધકામ છે કે કેમ તે શોધવા અંગે તપાસ ચાલી રહી છે. મામલો પ્રકાશમાં આવતાં શિવરાજ સરકારના મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ એક નિવેદનમાં આરોપીઓના કૃત્યોને “જઘન્ય” અને અત્યંત નિંદનીય ગણાવ્યા હતા અને કડક કાર્યવાહી કરીને વધુમાં વધુ સજા માટેનો આદેશ પોલીસ તંત્રને કર્યો છે.
Recent Comments