શિવસાંઈ મિત્ર મંડળ ચલાલા દ્વારા પુજારી રાજુભાઈ જાનીના જન્મદિવસે સ્નેહ મિલન સમારોહ
ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ સાંઈ મંદિર ખાતે શિવસાંઈ મિત્ર મંડળ ચલાલા દ્વારા આ સાંઈમંદિરના પુજારી શ્રી રાજુભાઈ જાનીના રૂડાં જન્મદિવસે સાંઈ મિત્ર મંડળના આ માનવસેવાનાં કાર્યમાં સેવા સહયોગ આપનારા દાતાશ્રીઓ તથા સમાજસેવકોનો સંન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સંન્માન પર્વમાં ચલાલાના સેવાભેખધારી મિતેશભાઈ ભટ્ટનું સંન્માન ધારી બગસરા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા તેમજ નગરપાલિકાના પ્રમુખ પતિ પ્રકાશભાઈ કારીયા, ઉદયભાઈ ભગત તથા શહેરનાં ગણમાન્ય અગ્રણીઓની ઉપસ્થિતમાં ચલાલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજભાઈ વાળાના હસ્તે પ્રમાણપત્ર આપી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. મિતેશભાઈ શહેરની અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વળી પોતે મિતભાષી અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી વિશાળ ચાહક વર્ગ પણ ધરાવે છે. આ પ્રસંગે સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાનીએ મિતેશભાઈના તંદુરસ્ત યશસ્વી દીર્ઘાયુ જીવન માટે સાંઈ ચરણોમાં પ્રાર્થના કરી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પણ મિતેશભાઈ ભટ્ટની મૂક સેવાને બિરદાવી હતી.
Recent Comments