રાષ્ટ્રીય

શિવસેનાએ પાર્ટીના બીજા પ્રવક્તા તરીકે અરવિંદ સાવંતની નિમણૂંક કરી

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અરવિંદ સાવંતને પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે.

અત્યાર સુધી સંજય રાઉત જ પાર્ટીના મુખ્ય પ્રવક્તા હતા અને હવે આ જ હોદ્દો અરવિંદ સાવંદને પણ અપાયો છે. આ ર્નિણયને પાર્ટીમાં રાઉતનુ કદ ઘટાડવાની કવાયત તરીકે જાેવાઈર હ્યો છે. સાસંદ સાવંત આ પહેલા પણ પાર્ટીના પ્રવક્તા તરીકે ફરજ બજાવી ચુક્યા છે. શિવસેના જ્યારે એનડીએમાં હતી ત્યારે સાવંત શિવસેનામાંથી કેન્દ્રીય મંત્રી બન્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, રાઉતે સામનામાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર નિશાન સાધીને તેમને એક્સિડેન્ટલ હોમ મિનિસ્ટર ગણાવ્યા હતા અને એ પછી પાર્ટીએ સાવંતને પ્રવક્તા બનાવવાનો ર્નિણય લીધો છે. સામનામાં લખાયેલા લેખ બાદ કોંગ્રેસે રાઉતને સમજી વિચારીને બોલવાની સલાહ આપી હતી.

સાથે સાથે એ પણ નોંધવા જેવુ છે કે, તાજેતરમાં જ લોકસભાના મહિલા સાંસદ નવનીત રાણાએ અરવિંદ સાવંત પર ધમકી આપવાનો આરોપ મુક્યો હતો. આ મામલામાં સાવંત સામે કાર્યવાહી કરવાની પણ મહિલા સાંસદે માંગ કરી હતી.

Related Posts