fbpx
રાષ્ટ્રીય

શિવસેનાના ૧૬ ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષને લગાવી ફટકાર

શિવસેનાના ૧૬ ધારાસભ્યોની અયોગ્યતા પર ર્નિણયમાં સતત વિલંબ વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફરી એકવાર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કામગીરી ટીકા કરતા ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધિશ ડી.વાય ચંદ્રચુડે વિધાનસભા અધ્યક્ષને કડક શબ્દોમાં ધારાસભ્યોની યોગ્યતા પર તાત્કાલિક ર્નિણય કરવા કહ્યુ.

વિધાનસભા અધ્યટક્ષને આવતા મંગળવાર સુધીમાં શિવસેના અને એનસીપીના ધારાસભ્યોની અયોગ્યતા અંગે સુનાવણીનો અંગે પ્રકાશ પાડવો જાેઈએ. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે નાર્વેકરને ચેતવણી આપી કે જાે ર્નિણય નહીં કરે તો ચોક્કસ સમય મર્યાદાની અંદર સુનાવણી કરવાનો આદેશ કરવો પડશે.. શુક્રવારે સુનાવણીમાં ચીફ જસ્ટિસે સીધી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી. વિધાનસભા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષને આ વાત ન સમજમાં ન આવે તો તુષાર મહેતા અને મહારાષ્ટ્રના વકીલ બંને તેમની સાથે બેસે અને તેમને પૂછો કે સુપ્રીમ કોર્ટ શું છે?

તેને કહો કે અમારા આદેશનું પાલન કરવુ જાેઈએ. ધારાસભ્યોની યોગ્યતા અંગે ચાલી રહેલી સુનાવણીને રોકીને શું તમે આગામી ચૂંટણીની રાહ જાેઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે આ ર્નિણય ચૂંટણી પહેલા લેવામાં આવે.. આ અગાઉ ગુરુવારે શિવસેનાના ધારાસભ્યોની અયોગ્યતા મામલે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સામે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન ઉદ્ધવ અને શિંદે જૂથના વકીલે તેમનો પક્ષ રાખ્યો. ઉદ્ધવ જૂથે તમામ ધારાસભ્યોની અયોગ્યતા મામલે એકસાથે સુનાવણીની માગ કરી રહ્યુ છે તો બીજી તરફ શિંદે જૂથ ઈચ્છે છે કે દરેક ધારાસભ્યોની અરજી પર અલગ અલગ સુનાવણી થવી જાેઈએ. અઢી કલાકની લાંબી દલીલો બાદ વિધાનસભા અધ્યક્ષે ૨૦ ઓક્ટોબરે આગામી સુનાવણી નિર્ધારિત કરી છે.

Follow Me:

Related Posts