fbpx
રાષ્ટ્રીય

શિવસેના ઉત્તરપ્રદેશ તેમજ ગોવાની વિધાનસભાની ચૂંટણી લડશે : સંજય રાઉત


ઉત્તર પ્રદેશમાં શિવસેનાના નેતાએ શનિવારે લખનઉમાં એક બેઠક યોજી હતી અને રાજ્યની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાનો ર્નિણય લીધો હતો. યુ.પી.માં શિવસેના વડા ઠાકુર અનિલસિંહે જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથનું શાસન જંગલ રાજ છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી નેતૃત્વએ શિક્ષણ પ્રણાલી અને હેલ્થકેર ક્ષેત્રથી લઈને કોવિડ રોગચાળા અને ખેડૂત મુદ્દાઓ સુધીના ઘણા મુદ્દાઓ પણ ચર્ચા કરી હતી.વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાશે. એમાં ૪૦૩ બેઠક ધરાવતી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં શિવસેના ૧૦૦ બેઠક પર ચૂંટણી લડશે એવો ર્નિણય લેવાયો એવી માહિતી શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે આપી હતી.

આ સિવાય ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં ૨૦થી વધુ બેઠકો પર શિવસેના ઉમેદવારોને ઊભા રાખશે. અહીં ગઠબંધન કરી શકે છે. એવા સંકેતો સંજય રાઉતે જણાવ્યું હતું. પાર્ટીએ કહ્યું હતું કે તે તમામ ૪૦૩ બેઠકો પર ચૂંટણી લડશે. શિવસેનાએ વિધાનસભાની ચૂંટણી માટે કોઈ રાજકીય પક્ષ સાથે જાેડાણની જાહેરાત કરી નથી. પરંતુ ભવિષ્યમાં કોઈ રાજકીય પક્ષ સાથે હાથ મિલાવવાની સંભાવનાના સંકેત સંજય રાઉતે આપ્યા હતા. શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધો જે બન્ને સમાન વૈચારિક ધારાના હતા. પણ મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારની રચના પછી બન્ને વચ્ચે તણાવ ઉભો થયો છે. બન્નેની યુતિ તૂટી ગઈ છે. આ ઉપરાંત યુ.પી. કોંગ્રેસ કમિટીના પ્રમુખ અજયકુમારે પહેલાથી કહી ચૂક્યા છે કે તેમનો પક્ષ આગામી દિવસોમાં નાના પક્ષો સાથે જાેડાણ કરશે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અગાઉ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સાથે જાેડાણના દરવાજા ખુલ્લા છે. શિવસેનાએ હજી કોઈ રાજકીય પક્ષ સાથે જાેડાણ નથી કર્યું. પરંતુ ગઠબંધનની સંભાવનાને સંકેત આપ્યા છે.

Follow Me:

Related Posts