શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત મળી છે. તેમને પી.એમ.એલ.એ કોર્ટે જામીન આપી દીધા છે. કોર્ટે સંજય રાઉતની સાથે સાથે પ્રવીણ રાઉતને પણ જામીન આપ્યા છે. સંજય રાઉતની પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં ઇડીએ ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી હતી. અત્રે જણાવવાનું કે પાત્રા ચાલ જમીન કૌભાંડ ૧૦૩૯ કરોડ રૂપિયાનું છે. આ કૌભાંડમાં ઇડી એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઁસ્ન્છ) હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ઇડી એ સંજય રાઉતના ઘરમાં સર્ચ અભિયાન ચલાવીને ૧૧.૫ લાખ રૂપિયા જપ્ત પણ કર્યા હતા. આ કેસમાં એપ્રિલમાં ઇડી એ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉત અને તેમના નીકટના લોકોની ૧૧.૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી. શું છે આ મામલો એ જાણો?.. ૨૦૧૮માં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (સ્ૐછડ્ઢછ) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક કેસ દાખલ થયો હતો. આ કેસ રાકેશકુમાર વધાવન, સારંગકુમાર વધાવન અને અન્ય વિરુદ્ધ હતો. ઇડી ના જણાવ્યાં મુજબ તપાસ દરમિયાન સામે આવ્યું કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલને પુર્નવિકાસ કરવાનું કામ મળ્યું હતું.
આ કામ સ્ૐછડ્ઢછ એ તેને સોંપ્યું હતું. જેહેઠળ કન્સ્ટ્રક્શન કંપનીને પાત્રા ચાલમાં ૬૭૨ ભાડૂઆતના ઘરોનું રિડેવલપમેન્ટ કરવાનું હતું. પાત્રા ચાલ મુંબઈના ગોરેગાંવમાં આવેલી છે. જે જમીન પર આ ફ્લેટ રિડેવલપ થવાના હતા તેનો એરિયા ૪૭ એકર હતો. હવે તેમાં થયું એવું કે આશીષ કન્સ્ટ્રક્શને સ્ૐછડ્ઢછ ને ગુમરાહ કર્યા અને અને ફ્લેટ બનાવ્યા વગર જ આ જમીન ૯ બિલ્ડરોને વેચી દીધી. તેનાથી તેને ૯૦૧.૭૯ કરોડ રૂપિયા મળ્યા. ત્યારબાદ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને સ્ીટ્ઠર્ઙ્ઘુજ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદારો પાસેથી ફ્લેટ માટે ૧૩૮ કરોડ રૂપિયા ભેગા કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે ગુરુ આશીષ કન્સ્ટ્રક્શને ગેરકાયદેસર રીતે ૧૦૩૯.૭૯ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી.
આગળ જઈને તેણે ગેરકાયદેસર રીતે જ આ રકમને પોતાના સહયોગીઓને ટ્રાન્સફર કરી દીધી. ગુરુ આશીષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ૐડ્ઢૈંન્) ની સિસ્ટર કંપની છે. રાકેશ વઘાવન, સારંગ વઘાવન અને પ્રવીણ રાઉત તેમાં પણ ડાઈરેક્ટર હતા. ઇડી મુજબ તપાસમાં જાણવા મળ્યું કે ૐડ્ઢૈંન્ એ લગભગ ૧૦૦ કરોડ રૂપિયા પ્રવીણ રાઉતના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યરાબાદ આ પૈસા પ્રવીણ રાઉતે અલગ અલગ બેંક ખાતાઓમાંથી પોતાના નીકટના લોકો, પરિવારના સભ્યો અને વ્યવસાયિક સંસ્થાનોને મોકલી દીધા. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ૨૦૧૦માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં ૮૩ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પૈસા ગેરકાયદેસર રીતે કમાયેલા હતા. આ રકમમાંથી વર્ષા રાઉતે દાદરમાં એક ફ્લેટ ખરીદ્યો.
Recent Comments