fbpx
ગુજરાત

શિવ અનુષ્ઠાન શ્રાવણી સોમવારે શ્રી વિશ્વેશ્વર મહાદેવને ફળોનો શણગાર

સુરત પલસાણા તાલુકાના ચલથાણ ગામે શ્રાવણી સોમવારે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ને એક સો કિલો ફ્રુટ ફળ નો શણગાર કરવામાં આવેલ. પલસાણા તાલુકાના ચલથાણ ગામે સુગર ફેકટરી માં આવેલ  વિશ્વેશ્વર મહાદેવ મંદિરે ભાવિકો દ્વારા શ્રાવણ સુદ એકાદશી શ્રાવણી બીજા સોમવાર ની આસ્થા ભેર બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિકો એ દર્શન પુજન અર્ચન કરેલ.

વિશ્વેશ્વર મહાદેવને એક સો કિલો જેટલા વિવિધ પ્રકારના ફ્રુટ ફળ નો શણગાર કરવામાં આવેલ જેના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી,પછી તે ફ્રૂટ બીજા દિવસે પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું,૧૫ ઓગસ્ટ શ્રાવણ ના ત્રીજા સોમવારે વિશ્વેશ્વર મહાદેવ ને વિવિધ પ્રકારના શાકભાજી નો શણગાર કરવામાં આવશે 

Follow Me:

Related Posts