શિશુવિહાર સંસ્થામાં વર્ષ 2003થી યોજાતા દ્રષ્ટિ ચકાસણી કાયક્રમો તેમજ વર્ષ 2011 થી નિયમિત રીતે યોજાતા નેત્રયજ્ઞમાં સહયોગી દાતાશ્રી સુધાબેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી જતીનભાઈ શાહની શુભેચ્છા સાથે 74 માં ગણતંત્ર પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવેના વરદ હસ્તે ધ્વજરોહન થયું.
આ પ્રસંગે Shree Sagar Stevedores Pvt. Ltdના મેનેજર શ્રી શ્રેયસભાઈ ઠાકર તથા શ્રી અરવિંદભાઈ ઓઝાના વરદ હસ્તે 79 માં અનુભવ વર્ગના પાંચ તાલીમાર્થીઓને પ્રત્યેકને રૂપિયા 1000/- નો પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સીવણ તાલીમ વર્ગ તથા રાજ્યપાલ પુરુસ્કૃત 8 સ્કાઉટ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવેલ. સવિશેષ ક્રીડાંગણના ના 55 રમતવીરોને કબડી ગણેશ આપી ભારતીય રમતો માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ.
પ્રજાસત્તાક પર્વની સાંજે ક્રીડાંગણના વિદ્યાર્થીઓ માટે હળવી રમતો યોજવામાં આવેલ. જેમાં વિવિધ 6 સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરનાર 24 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ સેટ, વોટર બોટલ અને નોટબુક આપી પુરુસ્કૃત કરવામાં આવેલ. શિશુવિહાર પ્રાંગણમાં 74 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે યોજાતા ગણતંત્ર પર્વનું સંકલન શ્રી હરેશભાઈ તથા શ્રી કમલેશભાઈ વેગડ દ્વારા થયું હતું.
Recent Comments