શિશુવિહાર ખાતે નવરાત્રીની થાળી તૈયાર કરવાનો કાર્યક્રમ યોજાયો
નવલા નવરાત્રી પ્રસંગે ’માં’ જગદંબાની આરાધના કરવાં માટે અનેક પ્રકારે ભક્તિ કરવામાં આવે છે. તેમાં આરતી કરીને માતાજીને રિઝવવાં માટે વર્ષોથી આપણે ત્યાં આરતીની પ્રથા છે. આ આરતીની થાળી વધુ સુશોભિત અને શણગારમય કેવી રીતે બનાવી શકાય તે માટેનો એક કાર્યક્રમ શિશુવિહાર સંસ્થા ખાતે યોજવામાં આવ્યો હતો.
શ્રી કમલેશભાઈ વેગડના માર્ગદર્શન હેઠળ શિશુવિહાર ક્રિડાંગણના બાળકો અને તેમના વાલીઓ માટે આરતીની થાળી સુશોભિત કરવાના કાર્યકમમાં ૫૦ કરતાં વધુ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ’માં’ અંબાની સુશોભિત આરતી થાળી તૈયાર કરી હતી.
Recent Comments