શિશુવિહાર ખાતે “પ્રકૃતિ તરફ પાછા વળીયે” વર્કશોપ યોજાયો
ભાવનગર પ્રાકૃતિક જીવન શૈલી ના પ્રોત્સાહન માટે થઈ નગરપાલિકાના વિધાર્થીઓ દ્વારા “પ્રકૃતિ તરફ પાછા વળીયે” તેવા વિચાર ને પ્રાધાન્ય આપતા ચિત્રો તૈયાર કરવા એક વર્કશોપ શિશુવિહાર પ્રાંગણમાં તા.2 માર્ચ ના રોજ યોજાય ગયો.
પરીખ ફાઉન્ડેશનના સહકાર થી શિશુવિહાર દ્વારા પ્રથમ તબબકે બાળ પુસ્તકાલય આધારે 260 વિધાર્થીઓ માટે યોજાયેલ વકતૃત્વ કથન અને ચિત્ર આલેખન માંથી પસંદ થયેલ ચિત્રો ને કેલેન્ડર તરીકે પ્રકાશિત કરવા માટે ડો. અશોકભાઈ પટેલ , શ્રી રમેશભાઈ ગોહેલના માર્ગદર્શન સાથે નગરપાલિકા ના શિક્ષકો ની ઉપસ્થિતિમાં યોજાયેલ તાલીમ શિબિર થકી બાળકો દવારા વડીલોને પ્રાકૃતિક જીવનશૈલી વિષયે સતત 11માં વર્ષે શૈક્ષણિક કેલેન્ડર આપવામાં આવશે.. જે નોંધનીય બને છે.
Recent Comments