ભાવનગર પૂજ્ય મોરારિ બાપૂની નિશ્રામાં યોજાશે બુધસભા માનભાઇ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન કાર્યક્રમ સાથે વર્ષ ૧૯૮૦ થી કાર્યાન્વિત બુધસભાની ૨૨૭૧ બેઠક શિશુવિહાર પરિસરમાં તા.-૨૪ બુધવારે બપોરે ૩/૩૦ એ યોજાશે. ગુજરાતનાં પ્રતિષ્ઠિત નાગરિક સર્વ શ્રી જે.જે.રાવલ, ડો. નરેશભાઇ વેદ, સોનલબેન પરીખ તેમજ પૂર્વ સચિવ શ્રી વસંતભાઇ ગઢવીના અભિવાદન સાથે શિશુવિહારની બાળ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કાર્યકરો અને બુધસભા પ્રતિનિધિ તરીકે શ્રી વર્ષાબેન જાની નું અભિવાદન થશે.રામ જન્મભૂમિ થી ભાવનગર પધારતા પૂજ્ય મોરારિ બાપૂ પૂજ્ય માનભાઇ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન અંતર્ગત ભાવનગરની પ્રબુદ્ધ જનતાને રામ રાજ્ય અંગે બહુમૂલ્ય વિચારો આપશે.શિશુવિહાર સંચાલિત બાળ પુસ્તકાલયનાં શિક્ષકોની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ. બાપૂ શિક્ષકો ને બાળ પુસ્તકાલય અર્પણ કરશે. આ વેળાએ સહુને પધારવા હાર્દિક નિમંત્રણ છે.
શિશુવિહાર ખાતે વર્ષ ૧૯૮૦ થી ચાલતી બુધસભા ની ૨૨૭૧ મી બેઠક પૂજ્ય મોરારિ બાપૂની નિશ્રામાં યોજાશે

Recent Comments