ભાવનગર

શિશુવિહાર તથા શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપી યોજિત. ડાયમંડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ના સહયોગ થી સાર્વજનિક નિદાન અને દવા વિતરણ કેમ્પ યોજાયો

ભાવનગર શહેર ની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર તથા શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપી યોજિત ડાયમંડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ના સહયોગ થી સાર્વજનિક નિદાન અને દવા વિતરણ કેમ્પ તા.૨૩ જૂન ૨૦૨૪ રવિવાર ના રોજ સંસ્થા પ્રાંગણ માં યોજાયો. ભાવનગર ના જાણીતા નિષ્ણાત ઓર્થોપેડિક , ન્યુરો ફિઝિશ્યન , એમ . ડી ફિઝિશ્યન , ગાયનેકોલોજીસ્ટ, પીડીયાસ્ટ્રીક, જનરલ સર્જન , ફિઝિયોથેરાપિસ્ટ, ફેમેલી ફિઝિશ્યન , ડેંન્ટીસ. ડૉકટર ની ટીમ દ્વારા ૨૩૫ થી વધુ દર્દી ઓની વિના મૂલ્યે નિદાન કરી જરૂરી દવાઓ તથા  ડાયાબિટીસ, બીપી અને ઇ.સી.જી જેવી સુવિધાઓ દર્દી ઓને નિઃશુલ્ક લાભ મેળવ્યો હતો…..તેમજ સેવા આપનાર તમામ નિષ્ણાત ડૉકટર શ્રીઓનું શિશુવિહાર સંસ્થા દ્વારા ખેસ , ટ્રોફી તથા સાહિત્ય થી સંસ્થા ના પ્રમુખ તથા ઉપસ્થિત મહેમાન ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું…આ પ્રસંગે ભાવનગર રેડક્રોષ બ્લડ બેંક દ્વારા ખાસ રક્તદાન શિબિર યોજવામાં આવેલ ..જેમાં ભાગ લેવા યુવા રક્ત દાતાઓને રકતદાન કર્યું હતું.

Related Posts