શિશુવિહાર દ્વારા વિદ્યાર્થીની ઓને ઇમર્જન્સી મેથડ , સ્ટેચર ,પાટા ,ફસ્ટેઇડ , તાલીમ અપાઈ
ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શિશુવિહાર સંસ્થા દ્વારા તા.૨ જુલાઈ નાં રોજ શ્રી આહિર કન્યા કેળવણી સહાયક સમાજ છાત્રાલયની ૬૦ થી વધું બહેનોને શ્રી હરેશભાઈ ભટ્ટ , શ્રી નિકુલભાઈ મહેતા , શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા અપાઈ.. શાળાનાં વાઈસ પ્રિન્સિપાલ શ્રી જયેશભાઈ પાઠક અને આચાર્યશ્રી પ્રજ્ઞાબહેન પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો
Recent Comments