fbpx
ભાવનગર

શિશુવિહાર દ્વારા સતત 15 મા વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત 100 – 100 પુસ્તકો નો સેટ આપવામાં આવશે

ભાવનગર નગરપાલિકાની 56  પ્રાથમિક શાળાઓ ના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર દ્વારા સતત 15 મા વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત  100 – 100 પુસ્તકો નો સેટ આપવામાં આવશે ….પરીખ ફાઉન્ડેશનના  વિશેષ સહયોગથી પ્રારંભાયેલ કાર્યક્રમના પ્રથમ તબક્કે તારીખ 4 ફેબ્રુઆરીએ  શિક્ષણ સમિતિના સંકલન સાથે શિક્ષકોને પુસ્તકાલય ના વિષયવસ્તુ આધારિત વાર્તાકથન અને બાળ ચિત્ર આલેખન કાર્યક્રમની વિગતો ડો.અશોકભાઈ તથા શિક્ષણવિધ શ્રી નવનીતભાઇ દ્વારા આપવામાં આવી…  પ્રાકૃતિક આરોગ્ય ના વિષયવસ્તુને બાળકો સુધી કેવી રીતે પહોંચાડવું..તેની ઓડિયો  વિઝ્યુઅલ પ્રસ્તુતિ પણ યોજાઈ 

ભાવનગર શહેરમાં સક્રિય 28 વ્યાયામ મંદિરો ના સંચાલકો ની ઉપસ્થિતિમાં યોજાયેલ શિક્ષક પરિ સંવાદ દરમિયાન  શહેરની જે પ્રાથમિક શાળાઓ પાસે  બાળકો  ના રમત માટે મેદાન નથી ..તેમને પણ ભાવનગરની વ્યાયામ શાળાઓના ઉપયોગની ખાતરી આપવામાં આવી. આ પ્રસંગે ડોક્ટર નલિનભાઈ પંડિતે બાળકના સર્વાંગી વિકાસ અર્થે ઉપયોગી વ્યાયામ ની વાત શિક્ષકો પાસે મૂકી હતી…

નગરપાલિકામાં ભણતા જરૂરિયાતમંદ બાળકો પૈકી 6,600 થી વધુ બાળકોની પ્રતિ વર્ષ આરોગ્ય કાળજી લેતા શિશુવિહાર ની આરોગ્ય ટીમના  ડો. અરવિંદભાઈ ત્રિવેદીએ શિક્ષકોનો આભાર વ્યક્ત કરી બાળ આરોગ્યની કાળજી માટે શિક્ષકો ની સજ્જતા નો વિચાર પ્રસ્તુત કર્યો હતો…

આગામી તારીખ 17 ફેબ્રુઆરીએ શિશુવિહાર પ્રાંગણમાં યોજાનાર બાળ પુસ્તકાલય આધારિત આધારિત વાર્તા કથન  અને ચિત્ર આલેખન ની વિગતો 

શાસના ધિકારી શ્રી એ સહુ પાસે મૂકી  નગરપાલિકાના શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.. સમગ્ર કાર્યક્રમનું સંકલન  પ્રા .ડો. નેહલભાઈ ત્રિવેદી એ કર્યું હતું.

Follow Me:

Related Posts