ભાવનગર શિશુવિહાર દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમામાં આવતા 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે 15000 થી વધુ કાપડ થેલીનું વિતરણ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગિરનારની પરિક્રમામાં ભાવનગર ની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર થી 15000 થી વધું કાપડ બેગ નું વિતરણ કરવામાં આવ્યું.લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ યાત્રા દરમિયાનની ભોજન સામગ્રી તથા પાણી બોટલ અને નાસ્તાની સામગ્રી પ્લાસ્ટિક બેગમાં સાથે લઈ જઈ ને દર વર્ષે 200 ટન થી વધુ પ્લાસ્ટિક દવારા પર્યાવરણ ને નુકશાન પહોંચતું હોય છે.. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે ગીર જંગલમાં વન સંરક્ષણ અને વન્ય પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે કાર્યરત wildlife conservation trust ના સહયોગ થી આ વર્ષે શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિક બેગ ની જગ્યાએ ભાવનગરની શ્રમિક બહેનોએ તૈયાર કરેલ 20 ઇંચ × 14 ઇંચ ની કાપડની થેલીઓનું વિતરણ રાજકોટ wildlife conservation trustના શ્રી શીતલબહેન દવારા વિતરણ કરવામાં આવ્યું હતું..
શિશુવિહાર દ્વારા સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમામાં આવતા 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે 15000 થી વધુ કાપડ થેલીનું વિતરણ

Recent Comments