ભાવનગર

શિશુવિહાર ના આંગણે ૨૪ મે ના રોજ ૧૦૦ સીવણ તાલીમાર્થીઓનું વિશિષ્ટ અભિવાદન

ભાવનગર ૧૦૦ સીવણ તાલીમાર્થીઓનું વિશિષ્ટ અભિવાદન ભારતીયોના સ્વાવલંબી જીવન માંથી જ સ્વરાજ્ય નો તાંતણો ખેંચાશે તે વિચારે મહાત્મા ગાંધી દ્રઢ નિશ્ચયી હતા. તેઓએ વ્યક્તિ ના સ્વાવલંબન ની કેળવણી ને બુનીયદી તાલીમ કહી અને તેના પ્રારંભે સ્ત્રીઓને સાંકળવા આગ્રહ રાખ્યો..ભાવનગર થી આનંદ મંગળ મંડળ પરિવાર ની બહેનો એ સ્વરાજ્ય માટેની સમાજ સુધારણાના ભાગરૂપે સીવણ તાલીમ ની શરૂઆત કરી. વર્ષ ૧૯૪૦ માં જ્યોતિ મંડળ ના ઉપક્રમે બહેનોના એ સામાજિક પ્રશ્નો ઉકેલતા સહકારી ધોરણે હાટ ચલાવતા વિવિધ ઉત્સવો અને પર્વો ઉજવાતા. સ્વાવલંબી જીવન માટે  સીવણ ઉદ્યોગ શીખી કરકસરભર્યા વ્યવહારથી કલ્પતરુ સમાન સીવણ તાલીમ શરૂ કરી…આઝાદી પૂર્વે શરૂ પ્રારંભાએલ સીવણ વર્ગ તાલીમ માં ૮૪ વર્ષ દરમિયાન ૧૧૦૪૯ બહેનો તથા ૪૮૧૬ ભાઈઓ તાલીમબધ્ધ થયા છે..

તે ઉપરાંત વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૩ દરમ્યાન ૩૯૦ જરૂરિયાત મંદ સીવણ તાલીમાર્થી ઓને રૂપિયા ૨૮.૧૫૦૦૦  ની સહાય  થી ૩૯૦ બહેનોને સીવણ સંચા આપવામાં આવેલ છે..શિશુવિહાર સંસ્થામાં જ્યોતિ મહિલા મંડળ પ્રવૃત્તિ ના સ્થાપક સ્વ.શ્રી લીલી બહેન દવેના  પરિવાર ના સહકારથી આગામી તારીખ તા.૨૪ મે ના રોજ સંસ્થા પ્રાંગણ  ૧૦૦ શ્રમિક બહેનોનું અભિવાદન કરવામાં આવશે..તેમજ સીવણ સંચા થકી પોતાના કુટુંબ ને આર્થિક રીતે મદદ કરનાર ૧૨ બહેનોનું  એગ્રો સેલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી દીપેશભાઈ શ્રોફ ની ઉપસ્થિતિ માં વિશેષ સન્માન કરવામાં આવશે આ પ્રસંગે શ્રી આરીફભાઇ કાલવા દ્વારા તમામ બહેનોને શિવણ ની કીટ અને શહેરની રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ બહેનોને  સીવણ સંચા વિતરણ નો કાર્યક્રમ રહેશે.સ્વચ્છ ભારત અભિયાનમાં ૧.૭૫૦૦૦ થી વધુ કાપડની થેલીઓ તૈયાર કરનાર શિશુવિહારની શ્રમિક બહેનો ના અભિનંદન આપવાના કાર્યક્રમમાં જોડાવા નાગરિકોને હાર્દિક નિમંત્રણ છે.

Related Posts