fbpx
ભાવનગર

શિશુવિહાર પ્રાંગણમાં ૮૩ વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું

ભાવનગર શિશુવિહાર  પ્રાંગણમાં ૮૩ વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું.

શ્રી હરીશભાઈ ભટ્ટ અને કમલેશભાઈ વેગડ ના માર્ગદર્શન નીચે ક્રિડાંગણના  તાલીમાર્થીઓ દ્વારા   ડંબેલ્સ,  લેઝીમ, પગ ઘોડી અને લાઠી ના પારંપરિક ભારતીય વ્યાયામ નું નિદર્શન થયું…. આ પ્રસંગે શિશુવિહાર ની પ્રથમ ટુકડીના વિદ્યાર્થી સ્વ શ્રી મહાશ્વેતાબેન ત્રિપાઠીની સ્મૃતિમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને આજીવન શિક્ષક શ્રી કલ્યાણીબેન ત્રિવેદી અને શ્રી રાજુભાઈ દવેનું વિશિષ્ટ અભિવાદન થયું…..  અમેરિકા માં સ્થાયી થયેલ સંસ્થાના વિદ્યાર્થી શ્રી ઇલાબેન ચાતુર્વેદી અને શ્રી જતીનભાઈ ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહ માં 10 સ્કાઉટ તાલીમાર્થીઓ નું નિયમિત વિદ્યાર્થી તરીકે અભિવાદન થયું .

હોળી પ્રાગટ્ય અને ધાણી ખજૂર ડાળીયા ના પ્રસાદ સાથે આનંદભેદ યોજાયેલ સમારોહમાં શ્રી નિર્મોહીબેન ભટ્ટ દ્વારા હિન્દીમાં ભાષાંતર  થયેલ આપત્તિ નિવારણ પુસ્તિકા નુ વિમોચન મંચસ્થ મહાનુભાવો દ્વારા થયું.. હોળી ઉત્સવ પ્રસંગે 5 દસકા ની આયુષ વટાવી ગયેલા બધા વિદ્યાર્થીઓએ ફાગણ ના ગીતો પણ ગયા ..અને સ્વરુચિ ભોજન નો આનંદ લીધો હતો. પ્રતિવર્ષ યોજાતા પૂર્વ વિદ્યાર્થીઓના ભાવાત્મક કાર્યક્રમનું સંચાલન ડોક્ટર નાનકભાઈ ભટ્ટે કર્યું હતું.

Follow Me:

Related Posts