fbpx
ભાવનગર

શિશુવિહાર બાલમંદિર અને ક્રીડાંગણ તાલીમ સાથે જોડાયેલા વિદ્યાર્થીનાં વાલી માટે જાગૃતવાલી કાર્યક્રમ

ભાવનગર. શિશુવિહાર બાલમંદિર અને  ક્રીડાંગણ તાલીમ સાથે જોડાયેલા વિદ્યાર્થીનાં વાલી માટે આજરોજ જાગૃતવાલી કાર્યક્રમ નું આયોજન થયેલ તેમાં બાળકોની  સંખ્યા ૪૦ તેમજ વાલીઓની સંખ્યા ૬૦ રહી હતી. બાલમંદિરનાં શિક્ષક શ્રી ઉષાબેન રાઠોડ, શ્રી કમલાબેન બોરીચા , શ્રી વનિતાબેન વાઘેલા તેમજ અનુભવ વર્ગની બહેનો  દ્વારા જીવનવ્યવહારની પ્રવૃત્તિનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. બાલમંદિરનાં બાળકોએ જીવનવ્યવહારની પ્રવૃત્તિ કરી હતી. 

શ્રી નેહલભાઇ ત્રિવેદીએ સંસ્થાનો પરિચય તેમજ જાગૃતિવાલી કાર્યક્રમની જાણકારી આપી હતી, શ્રી પ્રીતિબેન ભટ્ટે જાગૃતિવાલી કાર્યક્રમનાં નિયમોની જાણકારી આપી હતી તેમજ 

શ્રી જતીનભાઈ ભટ્ટે પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ. કાર્યક્રમનાં અંતે આભારદર્શન શ્રી દિપાબેન જોશીએ કરેલ. કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબેન ભટ્ટ, શ્રી કમલેશભાઈ વેગડ તેમજ બાલમંદિરનાં શિક્ષકો દ્વારા થયું હતું.

Follow Me:

Related Posts