ભાવનગર શિશુવિહાર બાલમંદિર તથા તાલીમાર્થીઓના ૨૦૦ થી વધુ જાગ્રત મા – બાપ માટેનો પ્રથમ તાલીમ કાર્યક્રમ તારીખ. ૨૩ શનિવાર નાં રોજ મુંબઈ ની અંબાણી હોસ્પિટલમા બાળકોના આઇ. સી. યુ. ફેલો તરીકે ફરજ બજાવેલ ડૉ. ભૂષિત ગઢિયા ની ઉપસ્થિતિમાં શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો. માતા-પીતાએ પોતાના બાળકોની આરોગ્ય સંભાળ, પોષક આહાર , બાળકોનો શારિરીક વિકાસ વિષયે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. આ પ્રસંગે શિશુવિહાર સંસ્થાની પરંપરા મુજબ સંસ્થાનાં સહ મંત્રી શ્રી ઈન્દીરાબહેન ભટ્ટ દવારા પુસ્તક સંપુટ થી સન્માન કરવામાં આવ્યુ.આ કાર્યક્રમ નું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ અને બાલમંદીરનાં શિક્ષિકાબહેનો તથા સંસ્થા કાર્યકરએ કર્યું હતું.
શિશુવિહાર બાલમંદિર તથા તાલીમાર્થીઓના ૨૦૦ થી વધુ જાગ્રત મા – બાપ માટેનો પ્રથમ તાલીમ કાર્યક્રમ

Recent Comments