fbpx
ભાવનગર

શિશુવિહાર મોંઘીબેન બધેકા બાલમંદિર ખાતે જગૃત વાલી તાલીમ કાર્યક્રમ યોજાયો

ભાવનગર શિશુવિહાર સંચાલિત શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર ના ઉપક્રમે છેલ્લા 14 વર્ષથી ચાલતા જાગ્રત વાલી કાર્યક્રમ અંતર્ગત ક્રિડાગણના  તાલીમાર્થીઓ તથા બાલમંદિરના બાળકોના વાલીઓને ડો. નેહલભાઈ ત્રિવેદીએ 80 થી વધુ વાલીઓને  બાળ વિકાસ અને જીવન શિક્ષણ વિષય પર માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ  શ્રી પ્રીતિબેન ભટ્ટએ સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિઓ અને આરોગ્ય સેવામાં કારકિર્દી બનાવવા માટે સંસ્થામાં શરૂ થનાર કેરટેકરના કોર્સની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શ્રી કમલેશભાઈ વેગડે સહુનો આભાર વ્યક્ત કરી અલ્પાહાર બાદ સંપન્ન થયેલ કાર્યક્રમનું સંકલન બાલમંદિરના શિક્ષકો તથા અનુભવના બહેનોએ કર્યું હતું.

Follow Me:

Related Posts