ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ગત જુલાઈ થી ડિસેમ્બર માસ ૨૦૨૨ દરમિયાન ભાવનગરના કાંઠા વિસ્તારના ભાલ પંથક ના ગામો ની શાળાઓમો બાળકો ની લોહી માં હિમોગ્લોબીન તપાસ કરી દવા વિતરણ કાર્યક્રમ કરવા માં આવેલ શાળા પરિસરમાં યોજેલ આરોગ્ય શિબિર દરમિયાન ૧૦ % થી ઓછું હિમોગ્લોબિન ધરાવતા બાળકો માટે રી- ચેકઅપ કેમ્પ તા.૨૯ ઓગષ્ટ ના યોજાઈ ગયો માઢિયા સવાઈનગર, કાળા તળાવ તથા નર્મદ ની શાળા ના બાળકો માટે ના કાર્યક્રમમાં જરૂરિયાત ધરાવતા ૨૯ વિધાર્થી ને શિક્ષકોની હાજરીમાં માર્ગદર્શન સાથે દવા આપવામાં આવી હતી
નિરમા ઉદ્યોગ દ્વારા વિદ્યાર્થીઓની વિશેષ કાળજી માટે યોજાયેલ ફોલોપ શિબિર થકી જાણવા મળ્યું કે બાળકોના હિમોગ્લોબિન માં ૭૫% જેટલો સુધાર નોંધનીય રહ્યો છે શિશુવિહાર થી ટેક્નિશિયન. શ્રી રેખાબહેન ભટ્ટ તથા નિરમા લિમિટેડના આસીસ્ટન્ટ શ્રી પ્રણવભાઈ ભટ્ટ તેમજ શાળાના આચાર્યશ્રી યુવરાજસિંહ , શ્રી શક્તિસિંહ , શ્રી મહેન્દ્રસિંહ તથા શ્રી વિક્રમસિંહ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.
Recent Comments