અમરેલી

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજવામાં આવેલ.

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૧૧ ઑક્ટોબર  ૨૦૨૩ નાં રોજ ભાલ વિસ્તારનાં માઢિયા  ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૩૯૯  ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ. તેમજ યુનિસેફ તથા ભાવનગર જિલ્લા બ્લોક ઓફિસ ના અધિકારી શ્રીઓએ આરોગ્ય કેમ્પ ની મુલાકાતે પધારેલ અને શિશુવિહાર સંસ્થા તથા નિરમા લિમિટેડ ના ઉમદા કાર્ય ને બિરદાવી હતી….આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી અંકિતાબહેન ભટ્ટ  , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી કમલેશભાઈ વેગડ,શ્રી યોગેશભાઈ શાહ તથા નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના સિનિયર આસિસ્ટન્ટ, શ્રી મુકેશભાઈ ગોહેલ તથા  ગામનાં સરપંચ શ્રી બિપીનભાઈ ચુડાસમા તથા આચાર્ય શ્રી યુવરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક  શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..

Related Posts