fbpx
અમરેલી

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય આરોગ્ય શિબિર યોજાય

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૦ ફેબ્રુઆરી  ૨૦૨૪ નાં રોજ ભાલ વિસ્તારનાં આણંદપર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં  ૧૫૪  ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી  અંકિતાબહેન ભટ્ટ  રેખાબહેન ભટ્ટ યોગેશભાઈ શાહ,  શિવાભાઈ રાણા તથા નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના સિનિયર આસિસ્ટન્ટ,  મુકેશભાઈ ગોહેલ તથા  ગામનાં હોમીયોપેથી મેડિકલ ઓફિસર ડૉ.લાલજીભાઈ ગોહિલ તલાટી મંત્રી  અજયભાઈ કાનાણી તથા આચાર્ય ગજુભાઈ  ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક  રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..

Follow Me:

Related Posts