શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી ભાલ ના અધેલાઈ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી તા.૧૯ એપ્રિલનાં રોજ ભાલ વિસ્તારનાં અધેલાઈ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૨૫૮ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાનાં બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી રમેશભાઈ પરમાર , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી નીર્મોહિબહેન ભટ્ટ , શ્રી દીપાબહેન જોષી તથા નિરમા લીમીટેડ નાં શ્રી કલ્પેશભાઈ પટેલ અને ગામનાં સરપંચશ્રી વિપુલભાઈ તથા આચાર્ય શ્રી ગજુભાની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ.. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ..
Recent Comments