શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 55 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 55 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી .સ્વ. માતૃ શ્રી ભાગીરથીબહેન મનસુખ લાલ આચાર્ય ની સ્મૃતિ માં 499 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી શરદભાઈ આચાર્ય ની ઉપસ્થિતિ માં તા.22 નવેમ્બર ના રોજ શિશુવિહાર સંસ્થા પ્રાંગણ માં યોજાય ગયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 55 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. હર્ષા બહેન તથા ડૉ.શ્રી ધ્રુવિલભાઈ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તા બાદ જરૂરિયાત મંદ 21 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે લોઢાવાળા હોસ્પીટલ માં મોકલી આપવામાં આવેલ…આ પ્રસંગે કેટ્રેક ની સર્જરીમાં જનાર તમામ દર્દીઓને શ્રી શરદ ભાઈ આચાર્ય ના વરદ હસ્તે ગરમ શાલ વિતરણ કરવામાં આવ્યું હતુંદર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી
Recent Comments