ભાવનગર. શિશુવિહાર સંસ્થા તથા ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો..૭૦ વર્ષ થી વધુ વય ધરાવતા નાગરિકોને ભાવનગર કોર્પોરેશન ના આરોગ્ય ડિપાર્ટમેન્ટ ના સહકાર થી શિશુવિહાર સંસ્થા પ્રાંગણ માં તા. ૧૯ નવેમ્બર ના રોજ ૧૦૦ થી વધુ નાગરિકો ને ભારત સરકાર ની યોજના અંતગર્ત આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવેલ..ભાવનગર કોર્પોરેશન ના હેલ્થ વિભાગ ના ડૉ સિંહા સાહેબ , ડૉ.શ્રી મૌલિકભાઈ , ડૉ શ્રી શક્તિસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના શ્રી રાજેશ ભાઈ અને તેમની ટીમએ વરિષ્ઠ વડીલો માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવેલ…આ પ્રસંગે શિશુવિહાર સંસ્થા ના મેડિકલ સેન્ટર ના ડૉ.અરવિંદ ભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન થી સવારે ૧૦ થી બપોરના ૩ સુધી ની સંસ્થા ના કાર્યકરો ની સતત હાજરીવશાત તમામ નાગરિકોએ શિસ્ત બદ્ઘ રીતે કેમ્પ નો લાભ લીધો હતો…
શિશુવિહાર સંસ્થા તથા ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો..


















Recent Comments