ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શિશુવિહાર દ્વારા પુસ્તક અને ભાષાનાં ભારણ વિનાની સંસ્થા પ્રાંગણમાં સને- ૧૯૪૦ થી સાતત્યપૂર્ણ રીતે ઉનાળાની રજાઓમાં સર્જનાત્મક જીવન શિક્ષણ કાર્યક્રમ અન્વયે તા.૧ મે થી ૩૧ મે, ૨૦૨૨ દરમ્યાન ક્રિડાંગણનાં નિયમિત તાલીમાર્થીઓ માટે સર્વાંગી તાલીમ યોજવામાં આવી હતી.
જે અંતર્ગત તા. ૨૫ મે થી ૩૧ મે, ૨૦૨૨ દરમ્યાન કબ્બડ્ડી ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. જેમાં મોટા બાળકોનાં કેપ્ટન પાર્થભાઈની શિશુવિહાર વોરિયર્સ તથા નાના બાળકોનાં કેપ્ટન અર્જુનભાઈની શિશુવિહાર બૂલ્સ ટીમ વિજયી બની હતી.
આ કાર્યક્રમનું સંકલન સ્કાઉટ શિક્ષક શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી પાર્થભાઈ બારૈયાએ કર્યું હતું.
Recent Comments