શિશુવિહાર સંસ્થા દ્વારા 36 શાળાઓમાં બાળકો માટે આપતી નિવારણ તથા પ્રાથમિક સારવાર અંગેની તાલીમ યોજાઈ
શિશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગર શહેર ની 36 શાળાઓમાં 6 મહિના દરમિયાન 6790 બાળકો માટે આપતી નિવારણ તથા પ્રાથમિક સારવાર અંગેની તાલીમ યોજાઈ. વાઘ બકરી ટી ફાઉન્ડેશન (અમદાવાદ) ના વિશેષ સહયોગ થી ભાવનગર ની સામાજિક સંસ્થા શિશુવિહાર દવારા ભાવનગર શહેરની 36 શાળાઓમાં જુલાઈ 2022 થી ડિસેમ્બર 2022 દરમ્યાન 6790 વિધાર્થીઓને પ્રાથમિક સારવાર અને આપતી નિવારણ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવીછે…..
ધરતીકંપ , વાવાઝોડું , પુર કે આગ જેવી કુદરતી આપતીઓ , અને અકસ્માત જેવી પ્રાકૃતિક તેમજ માનવ સર્જીત આપતીઓની ઘટનામાંથી માણસો ને બચાવવા પ્રાથમિક સારવાર , હંગામી આવાસોની વ્યવસ્થા માટે યુવાનોને તાલીમ આપી તૈયાર કરવામાં આવેલ શિશુવિહાર ના તાલીમાર્થી ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માનિત શ્રી હરેશભાઇ ભટ્ટ , શ્રી કમલેશભાઈ વેગડ તેમજ કરણભાઈ ઠાકોર દવારા શહેરની વિવિધ શાળાઓ 6790 વિધાર્થીઓને ઇમર્જન્સી મેથડ , વિવિધ પ્રકારના સ્ટેચર , પાટા , ફર્સ્ટએઇડ , દોરડાની વિવિધ ગાંઠ ઉપરાંત આપતી નિવારણ સ્થિતિમાં પ્રાથમિક સારવાર ની સમજ પ્રત્યક્ષ નિદર્શન દવારા આપવામાં આવી.
ભાવનગરના વિકાસ માટે અનન્ય યોગદાન આપનાર આર્ષ દ્રષ્ટા પૂજ્ય કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે તમામ વિધાર્થીઓને શિશુવિહાર તરફ થી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા તથા શાળા ના પુસ્તકાલય માટે “ડિઝાસ્ટર મેનેજમેન્ટ” નું સાહિત્ય ભેટ સ્વરૂપે આપવામા આવેલ.
આ ઉપક્રમે શાળામાં ભણતા બાળકો અને તેના વાલીઓમાં આપતકાલીન વ્યવસ્થા માટેની સજ્જતા અને જાગૃતિ વધારવામાં શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકોના અનન્ય સહકાર થી જીવન યોજી શકાય છે જે નોંધપાત્ર બને છે.. વાઘ બકરી ટી ફાઉન્ડેશન ના એક્ઝિક્યુટિવ શ્રી અજયભાઈ સિસેલીયા તેમજ શ્રી લતાબેન બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શનની સાથે યોજાયેલ સમગ્ર કાર્યક્રમનું સંકલન શિશુવિહાર થી શ્રી રાજુભાઈ મકવાણા એ કર્યું હતું.
Recent Comments