fbpx
ભાવનગર

શિશુવિહાર સંસ્થા દ્વારા ૧૭૦ શિબિરો થકી ૧૮૮૫૨ વિદ્યાર્થીઓની તાલીમ તથા આરોગ્ય તપાસ

ભાવનગર સ્વરાજ્ય ની શાળા તરીકે વર્ષ ૧૯૩૯ માં સ્થાપિત શિશુવિહાર સંસ્થા દ્વારા માત્ર લોક સહયોગથી સેવા અને તાલીમ ક્ષેત્રે અવિરત કાર્યો થતાં રહે છે.ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ – બહેનો માટે ૮૪ વર્ષથી સાતત્ય પૂર્ણ રીતે કાર્યરત શિશુવિહાર થકી શહેર અને કાંઠા વિસ્તારના ગામડાઓમાં ૧૭૦  શિબિરો દ્વારા ૧૮૮૫૨  બાળકોને આપતી નિવારણ તાલીમ સાથે આરોગ્ય તપાસનું નોંધનીય થયું છે..

ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ તથા સ્થાનિક કાર્યલય અને શિક્ષકોના સહકારથી શૈક્ષણિક સત્ર ૨૦૨૨/૨૩ માં જરૂરિયાતમંદ વિધાથીઓની આંખ તપાસ, લોહીમાં હિમોગ્લબિનમાં પ્રમાણ ની તપાસ તથા સામાન્ય સ્વાસ્થય તપાસ બાદ જરૂરિયાત અનુસાર દવા અને ચશ્મા વિતરણ યોજવામાં આવેલ છે..

વાઘ બકરી ટી ફાઉન્ડેશનની કમ્યુનિટી સોશ્યલ રિસ્પોન્સીબલીટીના ભાગરૂપે સતત બીજા વર્ષે ૬૬૦૦ વિદ્યાર્થી ભાઈ – બહેનોની આરોગ્ય તપાસ નોંધનીય બને છે. આ ઉપરાંત નિરમા ઉદ્યોગ ના સહકારથી ખાડી વિસ્તારના ૧૨ ગામડાઓ તથા એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ ના સહકારથી ઘોઘા ભાલ વિસ્તારના ૧૨ પછાત ગામડાઓમાં ૪૩૩૧  બાળકોની આરોગ્ય તપાસ અને જરૂરિયાત મુજબનો તબીબી સપોર્ટ સમયસર ની સારવાર બની રહ્યો છે..

માતા અથવા પિતાની ઉપસ્થિતિ ના અભાવે બાળકો શિક્ષણ ની મુખ્યધારા માંથી વંચિત ન રહે તે દિશાના શિશુવિહાર સતત ૧૨ વર્ષ થી પ્રતિવર્ષ ૧૭૦૦ બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરે છે..શૈક્ષણિક વર્ષ ૨૦૨૨/૨૩ માં પણ નગરપાલિકા ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ , કંપાસ સેટ , શૂઝ તેમજ વોટર બોટલ અને નોટબુક સેટ નું વિતરણ કરાયું છે. સ-વિશેષ નવી શિક્ષણનિતી ના સમાવિષ્ટ સ્કીલ ટ્રેઇનીંગના ભાગરૂપે ૩૬ શાળાઓના ૭૦૦૦ હજાર વિદ્યાર્થીઓને પ્રત્યેક્ષ રીતે સેફ્ટી ડિઝાસ્ટર તાલીમ અપાઈ છે..

શિશુવિહાર સંસ્થાના કાર્યકર શ્રી હરીશભાઈ ભટ્ટ , રાજુભાઈ મકવાણા તથા ડૉ. અરવિંદ ભાઈ ત્રિવેદીના વિશેષ  સહયોગ થી યોજાયેલ કાર્યક્રમ થકી એક જ વર્ષમાં ૧૮૮૫૨ વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે. જે ભાવનગર ની સેવા શિક્ષણ ની નિસ્તબ ને સમગ્ર રાજ્યમાં ગૌરવ અપાવે છે…

Follow Me:

Related Posts