શિહોરના ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ‘૩૬મી નેશનલ ગેમ્સ’નો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

૨૯ સપ્ટેમ્બર થી ૧૨મી ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ગુજરાત રાજ્યના યજમાનપદે યોજાનારી, ‘૩૬મી નેશનલ ગેમ્સ’ માં દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળીને ૩૬ જેટલી વિવિધ ખેલ સ્પર્ધાઓમા ભાગ લેશે. જેની જનજાગૃતિ ગુજરાતના દરેક વર્ગમાં આવે તે હેતુથી “Celebrating Unity Through Sports” થીમ પર કાર્યક્રમ ગોપીનાથજી મહિલા કોલેજ, શિહોર ખાતે ભાવનગરના જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો .
આ પ્રસંગે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, દરેક રમત જીવનમાં સફળ થવાનો મંત્ર શીખવાડે છે સ્પોર્ટસ જીતની સાથે હારતાં પણ શીખવાડે છે. દરેક લોકોએ જીવનમાં કોઈને કોઈ રમત રમવી જોઈએ. રમતમાં આપણે હારતાં હોઈએ તો પણ બીજા માટે તાલી વગાડવાનું શીખવે છે.
વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે નેશનલ ગેમ્સ જેવાં મહા રમતોત્સવના આયોજન અને સંચાલન માટે ૩ થી ૪ વર્ષનો સમય લાગતો હોય છે. પરંતુ ગુજરાત રાજ્યે માત્ર ૩ મહિનાથી પણ ઓછા સમયમા આયોજન કરવાના પડકારને ઝીલી લીધો છે. ગુજરાત જયારે આ રાષ્ટ્રીય સ્તરના રમતોત્સવની યજમાની કરી રહ્યું છે ત્યારે દરેક ગુજરાતી આંનદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.
કલેક્ટરશ્રીએ ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું કે, પ્રમાણપત્ર માટે નહી પરંતુ દેશનું નામ રોશન કરવા માટે રમવું જોઈએ. કાબીલ બનો કામયાબી જરૂર મળશે તેમ કહી ઉપસ્થિત રમતવીરોને જુસ્સો પૂરો પાડ્યો હતો.
ગોપીનાથજી મહિલા કોલેજના સંચાલક શ્રી રમેશભાઈ રાઠોડે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગામડામાં રમતી રમતો વિસરાઈ રહી છે ત્યારે આવી રામતોને મોબાઈલમાંથી નહાર કાઢીને મેદાન પર લાવવા માટેનો રાજ્ય સરકારનો ઉમદા પ્રયત્ન છે આનાથી ગામડા તેમજ નાના શહેરોમાં રહેલી સ્કિલને યોગ્ય પ્લેટફોર્મ મળશે.
કાર્યક્રમ દરમિયાન ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને રાજ્ય સ્તરે સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ દ્વારા “ક્ષેપક ટકરાવ” અને ’હેન્ડબોલ’ની રમત રમાડવામાં આવી હતી. નેશનલ ગેમ્સ એન્થમ, મેસ્કોટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વી. ડી. નકુમ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તૃપ્તિબેન, શહેર ભાજપ પ્રમુખશ્રી કાળુભાઇ, શિહોર પ્રાંત અધિકારીશ્રી ડી. વી. વાળા, શિહોર મામલતદાર કુ. મોસમ જાસપુરીયા, સહિત કોલેજનાં વિદ્યાર્થીઓ તેમજ રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments