શિહોરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો
ભાવનગરનાં શિહોરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં સ્વચ્છ ભરત મિશન (ગ્રામીણ) યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના, એન. આર. એ. એમ. યોજના તેમજ મનરેગા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તૃપ્તિબેન જસાણી સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments