ભાવનગર

શિહોર એલ.ડી.મુનિ હાઈસ્કૂલમાં મોદીનો ડિજિટલ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

શિહોર ખાતે આવેલ એલ. ડી. મુનિ હાઇસ્કૂલ ખાતે વર્ચયુલ મધ્યમથી જોડાઈને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરીક્ષા માટેની વિસ્તાર પુર્વક ચર્ચા ડીઝીટલ માધ્યમથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ  યોજાયો હતો.

સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળ એક વિદ્યાર્થી હોય એ રીતે વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળીયા, ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુનિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા જે.જે.મહેતા વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ, શાળા પરિવારના ટ્રસ્ટીઓ,શિક્ષકોગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો.

Related Posts