ભાવનગર

શિહોર ટાણા રોડ પર આવેલ ફાયરિંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે.આ ફાયરીંગ બટ ખાતે તા.૨૧/૧૦/૨૦૨૪ થી તા.૨૫/૧૦/૨૦૨૪ સુધી દિન-૫ માટે રેલ્વે પ્રોટેકશન ફોર્સ,ભાવનગર વિભાગનાઓએ વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસના ભાગરૂપે તેઓના કર્મચારીઓ માટે ફાયરીંગ પ્રેકટીસનું આયોજન કરેલ છે.

જે સંદર્ભે શિહોરના સર્વે નં ૨૮૨માં ફાયરીંગ બટના સ્થળની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તકેદારીના પગલા રૂપે જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી,ભાવનગરના પત્ર નં.૮૭/સીબી-૨/ફાયરીંગ બટ/૧૩૪૩/૨૪ તા.૧૮/૧૦/૨૪ થી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.

જેથી જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (ફ) થી મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,ભાવનગર જિલ્લો, ભાવનગર આથી કરમાવું છું કે,શિહોર ગામના સર્વે નં.૨૮૨,શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનું ક્ષેત્રફળ હેકટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં આગામી તા.૨૩/૧૦/૨૦૨૪ થી તા.૨૫/૧૦/૨૦૨૪ સુધી કોઈ પણ શખ્સે જવુ નહીં તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં.

જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે.

Related Posts