fbpx
બોલિવૂડ

શીજાન ખાનની માતાએ સો.મીડિયા પર દીકરી ફલકનો ફોટો શેર કરી ઈમોશનલ નોટ લખી

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના સુસાઇડને એક મહિનો થઇ ગયો છે અને આ મામલે દિવંગત અભિનેત્રીને કો-એક્ટર અને એક્સ બોયફ્રેન્ડ શીજાન ખાન કસ્ટડીમાં છે. શીજાનના વકીલ પહેલા જ જામીનની અપીલ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી અભિનેતાને જામીનમાં છોડવામાં આવ્યો નથી. આ વચ્ચે શીજાનની માતાએ એક પોસ્ટ શેર કરતા જણાવ્યું છે કે એમની દીકરી ફલક નાઝ હોસ્પિટલમાં દાખલ છે. શીજાનની માતા કહકશાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હોસ્પિટલના બેડ પર સુતેલી ફલકની ફોટો શેર કરી છે. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના કેપ્શનમાં, શીજાનની માતાએ લખ્યું, ‘સબર (ધીરજ).’ આ ફોટો શેર કરતી વખતે, અભિનેતાની માતાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું કે તેનો પરિવાર કેવા સમયેમાંથી પસાર થઇ રહ્યો છે.

શીજાન ખાનની માતાએ બીજી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક લાંબી ઈમોશનલ નોટ લખી છે, આ નોટમાં તેમણે પૂછ્યું છે કે તેના બાળકો કેમ પીડાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેનો પુત્ર ‘કોઈપણ પુરાવા વિના’ જેલના સળિયા પાછળ છે. એવું પણ કહેવાય છે કે ફલક તુનિષા શર્માને તેની ‘નાની બહેન’ની જેમ પ્રેમ કરતી હતી. આ નોટમાં તેમણે લખ્યું- ‘મને સમજાતું નથી કે અમારો શું વાંક છે. મારા પરિવારને શા માટે સજા આપવામાં આવી રહી છે? મારો પુત્ર શીજાન છેલ્લા એક મહિનાથી કોઈપણ પુરાવા વગર કેદીની જેમ સજા ભોગવી રહ્યો છે. મારી પુત્રી ફલક હોસ્પિટલમાં દાખલ છે.

શીજાનનો નાનો ભાઈ ઓટીસ્ટીક છે અને બીમાર છે. શું માતા માટે બીજાના બાળકને પોતાના જેવો પ્રેમ કરવો એ ગુનો છે?’ કહકશાંએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું- ‘શું ફલક માટે તુનિષાને તેની બહેનની જેમ પ્રેમ કરવો ગુનો હતો? ગેરકાયદે હતું? શું શીજાન અને તુનિષાને તેમના સંબંધોમાં પ્રેમને સ્પેસ આપવું ખોટું હતું? શું આ પણ ગેરકાયદે હતું? શું અમારે એ છોકરીને પ્રેમ કરવામાં ખોટો હતો? આખરે અમારો ગુનો શું છે? તુનિષાએ ૨૫ જાન્યુઆરીએ પોતાના શોના સેટ પર ફાંસી લગાવીને જીવનનો અંત આણ્યો હતો. જે બાદ તેના કો-એક્ટર શીજાન ખાનને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. તુનિષાની માતાએ તેની પુત્રીના મૃત્યુ માટે અભિનેત્રીના સહ અભિનેતા શીજાનને જવાબદાર ઠેરવ્યો હતો. આ કેસમાં શીજાન હજુ પણ કસ્ટડીમાં છે.

Follow Me:

Related Posts