અમરેલી

શીતલ આઈસ્ક્રીમ ઉત્પાદક ગૃહ ની મુલાકાતે સ્વામી ધર્મબંધુજી પધારતા ભુવા પરિવારે ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું

અમરેલી શીતલ આઈસ્ક્રીમ ની મુલાકાતે રાષ્ટ્રીય સંત શ્રી ધર્મબંધુજી સ્વામી પધારતા ભુવા પરિવારે ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું  રાષ્ટ્રભાવના જાગૃત કરવામાં અને યુવા ઘડતર મા જેમનું યોગદાન છે તેવા રાષ્ટ્રીય સંત શ્રી ધર્મબંધુજી સ્વામી એ આજરોજ શીતલ કંપની (SCPL)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.   કંપની ની સ્થાપના થી લઇ વિકાસયાત્રા અને કંપની મા ૭૦ % થી વધારે મહિલા કર્મચારીઓની સંખ્યા ની તેમણે વિશેષ નોધ લઈ ખુશી વ્યક્ત કરી હતી, અને શીતલ ટીમ ના “વિઝન ૨૦૩૦”માટે શુભકામના પાઠવી હતી.તેમજ જોબ ફાઉન્ડેશન નો વ્યાપ હજુ વધુ શાખા પ્રશાખા ઓમાં સવિસ્તાર થી વિસ્તરે તેવા શુભઆશિષ પાઠવ્યા હતા.

Related Posts