શીતળા નાબુદી માટે રસી શોધક ડો એડવર્ડ જેનર કોટી કોટી વંદન શીતળા સાતમ નો તહેવાર ત્યારે શીતળા નાબુદી અભિયાન વિશે ડો એડવર્ડ જેનર ની બેનમૂન શોધ અને સંઘર્ષ વિશે જગત કલ્યાણ માટે વૈજ્ઞાનિક અભિગમ માટે પોતા ના પુત્ર ના જીવન ને જોખમ માં મૂકી ને ટ્રાયલ ના ખતરા પછી જગતે સ્વીકારી જે સમગ્ર માનવ સમાજ માટે ઉપકાર રૂપ સાબિત થઈ સાતમી સદીમાં જાપાન માં ત્રીજા ભાગની વસ્તી શીતળા ના લીધે મૃત્યુ પામી હતી, આઠ મી સદીથી માંડી સોળ મી સદી સુઘી તે યુરોપ, ભારત ચીન માં વ્યાપક હતો અને ૧૮ મી સદીના અંત સુધીમાં શીતળા એ વિશ્વ ના લગભગ મોટા ભુભાગમાં ફેલાયેલ હતો અને એવો કાળો કેર વર્તાવ્યો હતો તે સમયે યુરોપમાં દર વર્ષે લગભગ છ કરોડ લોકો શીતળાના રોગના કારણે અવસાન પામતા અને ૨૦ મી સદીમાં અંદાજિત ૩૦૦ થી ૫૦૦ મિલિયન લોકો શીતળા થી મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન છે. જે બાળકો ને આ રોગ લાગુ પડતો તેમાથી ૮૫/% થી ૯૦% મૃત્યુ પામતા હતા અને બાકીના તે કોર્નિયલ અલ્સરેશન અને કોર્નિયલ સ્કારીંગથી અંધાપા નો ભોગ બનતા, હોસ્ટેઓમાંયેલાઇટીસ અને આરથાઇટિસ થકી પગ ની ખોડખાપણ નો ભોગ બનતા રસીકરણ અભિયાન થી સમગ્ર વિશ્વમાં શીતળા રોગ નાબૂદ થઇ ચૂક્યો છે. તેનો શ્રેય ડૉ એડવર્ડ જેનર તબીબે શીતળાની રસી મુકવાનો સિધ્ધાંત ઈ.સ. ૧૭૯૬ માં શોધી કાઢ્યો હતો.
તેમનો જન્મ તા. ૧૭/૫/૧૭૪૯ના રોજ ઈંગ્લેન્ડમાં હતો. ઈ.સ.૧૭૭૦માં તેઓ લંડન ગયા. અને ત્યાં ડૉ. જ્હોન હંટરના તેઓ શિષ્ય બન્યા. તેમને પ્રાણીઓની વિગતો ભેગી કરવાની અને એનું સંકલન કરવાનું હતું. આ પ્રવૃત્તિ દરમ્યાન જાણવા મળ્યું કે ગાયના બળિયામાં બે રોગનું મિશ્રણ છે. જેમાં માત્ર એક રોગના જીવાણું બળિયાના રોગ અટકાવવા માટે ખૂબ ઉપયોગમાં આવે તેમ છે.આ ઉપરથી તેમણે ગાયના બળિયાની રસી જો માનવીના શરીરમાં દાખલ કરવામાં આવે તો માનવી શીતલના રોગથી બચી જાય છે. તેમણે જેમ્સ ફિપ્સ નામના આઠ વર્ષના બાળકના શરીરમાં આ COWPOX થી ગ્રસિત જાનવર ની ફિડકલી ઓમાંથી મેળવેલ પરુદ્રવ્ય દાખલ કર્યું. આથી એ બાળકને જીવનભર શીતળા નીકળ્યા નહિ. ત્યાર પછી શીતળા રસીનો તેમણે ખૂબ પ્રચાર કર્યો. આજે આપણે જાત જાતના રોગોની રસીઓ બજારમાં ઉપલબ્ધ છે. કોલેરા, પ્લેગ, ડીપ્થેરીયા અને પોલીયો જેવા રોગો હવે રસી વડે કાબૂમાં આવી શક્યા છે. આ બધી રસીઓમાં મૂળમાં રહેલો સિદ્ધાંત શોધી કાઢનાર ડૉ.એડવર્ડ જેનર હતા. તેમને રોગ પ્રતિકારક શાસ્ત્ર ના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના વિરુદ્ધ બ્રિટનના પાદરીઓ અને જુનવાણી તબીબોએ વિરોધનો વંટોળ ઉભો કર્યો.હતો ડૉ.એડવર્ડ જેનર બહાર નીકળે તો તેના પર પથ્થર ફેંકવામાં આવતા હતા પરંતુ જેનર એનાથી હતાશ થયા વિના એમને ખુદ પોતાના પુત્ર પર શીતળાની રસીનો પ્રયોગ કરી બતાવ્યો હતો. આખરે ડૉ.એડવર્ડ જેનર સામેનું તોફાન શાંત થયું. અને આ શોધનો સર્વો એ સ્વીકાર કર્યો. બ્રિટીશ સરકારે ડૉ.એડવર્ડ જેનરને નાઈટ હૂડની ઉપાધી આપી ૨૦ હજાર પાઉન્ડ આપ્યા હતા.જેમાંથી જેનરે નેશનલ વેક્સીન ઇન્સ્ટીટયુટ ની સ્થાપના કરી. આ ઉપરાંત રશિયાના ઝરે એમનું સુવર્ણ મુદ્રીકાથી સન્માનિત કર્યા હતા. શીતળાના રોગનો સચોટ ઉપાય બતાવનાર ,શીતળાની રસી ના શોધક ડૉ.એડવર્ડ જેનર ને યાદ કરીએ.




















Recent Comments