શું આપણે આપણી જીંદગીને સાચે જ ટાઈમ આઉટ કરી શકીએ : શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ બુકનું પેજ શૅર કર્યું છે, જેમાં લખવામાં આવ્યું છે, ‘આપણે આપણા જીવનમાં પોઝ બટન પ્રેસ કરી શકીએ નહીં. દરેક દિવસ મહત્ત્વ ધરાવે છે, પછી આપણે આપણું બેસ્ટ કરીએ કે પછી સૌથી ખરાબ, પરંતુ આપણું જીવન ઘણું જ સ્ટ્રેસફૂલ તથા ટેન્શનવાળું બની જાય તો શું આપણે સાચે જ ટાઇમ આઉટ કરી શકીએ છીએ? ભલે ગમે તે થાય, પરંતુ આપણા જીવનની ઘડિયાળ હંમેશાં ચાલતી રહે છે. એકમાત્ર બાબત છે, જે આપણી પાસે છે અને તે સમય છે. આથી સૌથી સારી વાત એ છે કે તે સમયને હંમેશાં માટે ગુમાવવાને બદલે આપણે દરેક ક્ષણને જીવીએ.’ રાજ કુદ્રાએ બે લગ્ન કર્યા છે. તેણે પહેલાં લગ્ન કવિતા સાથે કર્યા હતા. જાેકે, પછી તેમના ડિવોર્સ થઈ ગયા હતા. આ લગ્નથી રાજ એક દીકરીનો પિતા બન્યો હતો. ૨૦૦૯માં રાજે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરો વિઆન તથા દીકરી સમીષા છે.વધુમાં, ‘ભલે લાઇફમાં મારું મન ગમે તેટલી વાર ટાઇમ આઉટ કરવાનું થાય, પરંતુ હું દરેક ક્ષણને મનથી જીવીશ.’ આ પોસ્ટ શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, ‘દરેક ક્ષણને જીવો.’ ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ શિલ્પાએ સો.મીડિયામાં પુસ્તકનું પાનું શૅર કર્યું હતું. આ પોસ્ટમાં જેમ્સ થર્બની વાત કરવામાં આવી હતી. પેજમાં લખવામાં આવ્યું છે, ‘ગુસ્સામાં પાછળ ફરીને ના જુઓ અથવા ડરથી આગળ ના જુઓ, પરંતુ સચેત અવસ્થામાં ચારેબાજુ જુઓ.’ ‘આપણને જે લોકોએ દુઃખ પહોંચાડ્યું હોય તેની તરફ આપણે ગુસ્સામાં પાછળ ફરીને જાેઈએ છીએ, જે નિરાશા આપણે અનુભવી, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું, આપણને સતત ડર લાગે છે કે આપણે ક્યાંક નોકરી ગુમાવી ના દઈએ, કોઈ બીમારીનો ભોગ ના બનીએ અથવા તો કોઈ પ્રિયજનનું મૃત્યુ ના થાય. આપણે જે સ્થાન પર રહેવાની જરૂર છે એ ત્યાં જ છે. અત્યારે જે થઈ રહ્યું છે અથવા શું થઈ શકે છે એને લઈ કોઈ ચિંતા ના કરો, પરંતુ પૂરી રીતે સચેત થઈને આસપાસ જાેવાની જરૂર છે.
Recent Comments