શું આર્યન ખાન આ ટીવી એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ?..
શાહરુખ ખાનના લાડલાં આર્યન ખાનના ફોટો સામે આવ્યા છે જેમાં તે ઘણાં સેલેબ કિડ્સ સાથે પાર્ટી કરતો જાેવા મળી રહ્યો છે. એક્ટ્રેસ રોશની વાલિયાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પરર અમુક ફોટો શેર કરી છે જેને જાેઈને બંનેની ડેટિંગની ચર્ચા શુ થઈ છે. લોકો તેમને ‘હૉટ કપલ’ જણાવી રહ્યા છે. એક્ટ્રેસ રોશની વાલિયાએ આર્યન ખાન અને પોતાના મિત્રો સાથે પાર્ટીના ફોટો શેર કર્યા છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
ત્યારથી લોકો તેના ડેટિંગની ચર્ચા કરી રહ્યા છે. ટીવી શો અને અમુક ફિલ્મોમાં જાેવા મળેલી રોશની વાલિયા પોતાની હૉટ અને સિઝલિંગ ફોટોને લઈને અવાર-નવાર ચર્ચામાં રહે છે. તેણી કોઈપણ સેલેબ સ્ટારકિડથી સુંદરતામાં કોઈ પ્રકારે ઓછી નથી. રોશની વાલિયા આજે ના ફક્ત એક જાણીતી ટીવી સ્ટાર છે. પરંતુ એક ઈન્ટરનેટ સ્ટાર પણ બની ગઈ છે. તેણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને અવાર-નવાર પોતાના સિઝલિંગ ફોટો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે. ટીવી શો ‘મહારાણા પ્રતાપ’માં રોશની વાલિયા નાનકડી રાજકુમારીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં પ્રખ્યાત થઈ હતી. ટીવી શો સિવાય રોશની અમુક ફિલ્મોમાં પણ જાેવા મળી છે. એક્ટ્રેસ ‘માય ફ્રેન્ડ ગણેશા ૩’, ‘માય ફ્રેન્ડ ગણેશા ૪’, ‘ફિરંગી’ અને ‘મછલી જલ કી રાની હૈ’ દેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરનારી રોશની ક્યારેક પોતાની ક્યૂટનેસથી ચર્ચામાં રહેતી હતી, પરંતુ હવે તે ખૂબ જ બદલાઈ ગઈ છે. તેણી સમયની સાથે વધારે બોલ્ડ અને સેક્સી થતી જાય છે. તેના સોશિયલ મીડિયા આ વાતને પુરવાર કરે છે. ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૧માં ઈલાહાબાદમાં જન્મેલી રોશની વાલિયા ૨૨ વર્ષની છે પરંતુ તેણી પોતાના ફોટોથી લાખો લોકોને દીવાના બનાવી રહી છે. તેની માતા સ્વીટી વાલિયા પણ એક ટીવી એક્ટ્રેસ છે.
Recent Comments