ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભણકારા સંભળાઈ રહ્યા છે. તમામ પક્ષો સક્રીય બન્યા છે. સમાજના આગેવાનો પણ સમાજ સાથે મિટીંગો શરૂ કરૂ રહ્યા છે ત્યાર બાજી બાજુ માઈક્રાે પ્લાનિંગની શરૂઅાત ત્રણેય પાર્ટીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજહ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર પહેલા યોજાય તેવી શક્યતા છે. કેમ કે, જે રીતે 5 રાજ્યોની ચૂંટણીઓના પરીણામ આવ્યા હતા તેના બીજા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો કાર્યક્રમ અને રોડ શો યોજાયો હતો.
તેમનો આ રોડ શૉ આગામી વિધાસભાની ચૂંટણીનો પહેલો પ્રચાર કહી શકાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મે કે જૂન આસપાસ જાહેરનામુ બહાર પાડવામાં આવી શકે છે. જિલ્લા સ્તરે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જેથી ચૂંટણીઓ જાહેર થાય તો નવાઈ નહીં. કેમ કે, તેને લઈને જિલ્લા સ્તરે તૈયારીઓ તંત્ર તરફથી પણ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં બીજેપીનો રસ્તો આ વખતે ક્લિયર છે ગત વખતે 2017માં પટેલ અનામત આંદોલનની આગના કારણે ડબલ ડિજિટમાં જ સીટો હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી ત્યારે આ વખતે ત્રિકોણીઓ જંગ જામશે.
Recent Comments