fbpx
બોલિવૂડ

શું કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી શકે છે? જાણો કાયદો શું કહે છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ફિલ્મ ધ કેરલ સ્ટોરી પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં ધ કેરલ સ્ટોરીનું સ્ક્રીનિંગ થઈ શકશે નહીં. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જી પર હુમલો કર્યો છે અને પાર્ટી આ ર્નિણયને હાઈકોર્ટમાં પડકારી શકે છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટે ધ કેરલ સ્ટોરી પર પ્રતિબંધ લગાવવાના કેરલ હાઈકોર્ટના ઇનકાર વિરુદ્ધ દાખલ અરજી પર ૧૫ મેએ સુનાવણી કરવા સહમત થઈ ગયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની આલોચના કરી છે અને તેણે અભિવ્યક્તિની આઝાદીનું હનન ગણાવ્યું છે. પરંતુ આ વચ્ચે એક સવાલ ઉઠી રહ્યો છે કે શું કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી શકે છે, જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડમાંથી પાસ થઈ ચુકી છે. ફિલ્મ રિલીઝ કરવા માટે સેન્સર બોર્ડ સર્ટિફિકેટ જરૂરી?… તે જાણો.. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર)નું કામ ફિલ્મોની તપાસ કરવાનું છે અને તે પછી તેને વાંધાજનક દ્રશ્યો કાપવાનો અને ટ્રિમ કરવાનો અધિકાર છે.

આ સાથે થિયેટરોમાં કોઈપણ ફિલ્મ રિલીઝ કરવા માટે ઝ્રમ્હ્લઝ્ર પ્રમાણપત્ર જરૂરી છે. આના વિના ફિલ્મ રિલીઝ થઈ શકે નહીં. જાેકે, ર્ં્‌્‌ પર ફિલ્મ રિલીઝ માટે ઝ્રમ્હ્લઝ્ર પ્રમાણપત્રની જરૂર નથી. શું સેન્સર બોર્ડ પાસે છે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર?… તે જાણો.. સીબીએફસી સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨ અને સિનેમેટોગ્રાફી રૂલ ૧૯૮૩ અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર)ની પાસે કોઈ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર નથી, પરંતુ સીબીએફસી કોઈ ફિલ્મમાં વિરોધ હોવા પર સર્ટિફિકેટ (હ્લૈઙ્મદ્બ ઝ્રીિંૈકૈષ્ઠટ્ઠંી) આપવાની ના પાડી શકે છે અને સર્ટિફિકેટ વગર ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરી શકાય નહીં. શું કેન્દ્રની પાસે છે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર?… તે જાણો.. સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨ (૫ઈ)કેન્દ્ર સરકાર પાસે કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો સંપૂર્ણ અધિકાર છે, જ્યારે તેને ઝ્રમ્હ્લઝ્ર પ્રમાણપત્ર મળ્યું છે. કેન્દ્ર સરકાર પાસે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર) પાસેથી મેળવેલા પ્રમાણપત્રને રદ કરવાનો પણ અધિકાર છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨માં સિનેમેટોગ્રાફી એક્ટમાં ફેરફાર કર્યા હતા અને સંસદમાં એક બિલ રજૂ કર્યું હતું. જાે કે, આ બિલ હજુ પાસ થયું નથી. આ અંતર્ગત જાે દર્શકો ફિલ્મ સામે વાંધો ઉઠાવે તો કેન્દ્ર સરકાર ફિલ્મની રિલીઝને રોકી શકે છે. સેન્સર બોર્ડ આ ૪ કેટેગરીમાં પ્રમાણપત્ર આપે છે?…. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે (ઝ્રમ્હ્લઝ્ર) કોઈપણ ફિલ્મને ૪ કેટેગરીમાં પ્રમાણપત્ર આપે છે. સિનેમેટોગ્રાફી એક્ટ મુજબ, પ્રથમ શ્રેણી ‘યુ સર્ટિફિકેટ’ છે, જે મુજબ ફિલ્મમાં કોઈ વાંધો નથી અને કોઈપણ વયના લોકો આ ફિલ્મ જાેઈ શકે છે.

આ પછી, બીજી શ્રેણી ‘ેંછ પ્રમાણપત્ર’ છે અને તેની સાથે રિલીઝ થયેલી ફિલ્મ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમના માતાપિતાના માર્ગદર્શન હેઠળ જાેઈ શકે છે. આ પછી, ત્રીજી કેટેગરી ‘એ કેટેગરી’ છે, જેને માત્ર ૧૮ વર્ષ કે તેથી વધુ વયના લોકોને જ જાેવાની મંજૂરી છે. આ પછી, ‘એસ સર્ટિફિકેટ’ કેટેગરી છે, જે હેઠળ ફક્ત ખાસ દર્શકો જ રિલીઝ થયેલી ફિલ્મો જાેઈ શકશે. આમાં ડૉક્ટર અથવા વૈજ્ઞાનિક જેવા વિશેષ પ્રેક્ષકોનો સમાવેશ થાય છે. ફિલ્મોને સર્ટિફિકેટ આપતા પહેલા સેન્સર બોર્ડના જ્યુરી સભ્યો મોટાભાગની ફિલ્મો જુએ છે અને નક્કી કરવામાં આવે છે કે ફિલ્મમાં કંઈ વાંધાજનક નથી. જાે જ્યુરી મેમ્બરને ફિલ્મમાં કોઈ સીન વાંધાજનક લાગે તો તેને દૂર કરવાની સૂચના આપવામાં આવે છે અને પછી ફિલ્મના કન્ટેન્ટના આધારે તેની કેટેગરી નક્કી કરવામાં આવે છે અને તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

શું રાજ્યને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે?… પશ્ચિમ બંગાળ સરકારે ભલે ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂક્યો હોય, પરંતુ કોઈપણ રાજ્ય સરકારને કોઈપણ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની સત્તા નથી. આ સંદર્ભમાં વર્ષ ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય આપતા કહ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર) તરફથી પ્રમાણપત્ર મળ્યા બાદ કોઈપણ રાજ્યની સરકાર ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકે નહીં. સુપ્રીમ કોર્ટે ેંઁ સરકારના મામલામાં આવ્યો હતો ચુકાદો?… દિગ્દર્શક પ્રકાશ ઝાની ફિલ્મ ‘આરક્ષણ’ વર્ષ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશની માયાવતી સરકારે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની માગણી ઉઠાવી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈપણ ફિલ્મની ટીકા કરવી એ રાજ્ય સરકારનું કામ નથી. તેમનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે.

Follow Me:

Related Posts