ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ ઓવરલોડ ભારે વાહનોની અવર જવર ચાલુ છે. જેના કારણે શહેરમાં નાના – મોટા અકસ્માતના કિસ્સાઓમાં વધારો થયો છે. ભાવનગર શહેરમાં ઓવરલોડ વાહનો પર સવાર ૮થી ૧ અને સાંજે ૪થી ૮ વાગ્યા સુધી પ્રતિબંધ છે છતાં ઓવરલોડ અને ભારે વાહન ચાલકો બેફામ રીતે પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. જેના કારણે વારંવાર અકસ્માતની ઘટના વધી છે. નાના વાહનો અડફેટે આવતા અનેક નિર્દોષ લોકોના જીવ જઇ રહ્યા છે. આપને જણાવી દઇએ, ભાવનગર શહેરમાં ફેબ્રુઆરી માસમાં ઓવરલોડ સળિયા ભરેલા વાહને એક યુવાનને અડફેટે લીધો હતો. વાહન નીચે કચડાઇ જતા યુવકનું મોત થયું હતું. આવી જ એક ઘટના, નારી ચોકડી પાસે પણ બની હતી. જ્યાં એક ડમ્પરે મહિલાને અડફેટે લેતા મોત થયું હતું અને, આવી અનેક ઘટનાઓ અત્યાર સુધી બની ચૂકી છે.
શું કોઈ મોટા અકસ્માત કે પછી જાનહાનિ ની રાહ જાેવાઈ રહી છે??ભાવનગરમાં કોઈ રોકટોક વગર દિવસે પણ દોડી રહ્યા છે ઓવરલોડ ભારે વાહનો

Recent Comments