શું ખરેખર પ્રેગનન્સી કન્સિવ કરવામાં મદદરૂપ બને છે ફર્ટિલિટી મસાજ? જાણો શું કહે છે એક્સપર્ટ
માતા બનવું એ દરેક મહિલા માટે સૌભાગ્યની વાત છે. પરંતુ તણાવ, વધતી ઉંમર તેમજ બીજા અનેક પ્રશ્નોને કારણે આજના આ સમયમાં અનેક મહિલાઓને પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ પડતી હોય છે. આ સમયે અનેક મહિલાઓ ફર્ટિલિટી પાવર વધારવા તેમજ બીજા અનેક પ્રકારની સલાહો લોકો પાસેથી લેતી હોય છે.
ઘણી મહિલાઓ તો પ્રેગનન્સી કન્સિવ કરવા માટે ફર્ટિલિટી મસાજ પણ કરાવતી હોય છે. પણ શું ફર્ટિલિટી મસાજથી જલદી પ્રેગનન્સી કન્સિવ થાય છે ખરા? તો જાણી લો આ વિશે વધુ માહિતી તમે પણ…
જાણો શું છે ફર્ટિલિટી મસાજ
આ એક રીતની માલિશ હોય છે જે પેટ તેમજ પ્રજનન અંગોને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આમાં એક્યુપ્રેશર આપવામાં આવે છે જે કેટલાક બિંદુઓને એક્ટિવ કરીને પ્રજનન અંગોને સ્વસ્થ કરે છે અને માસિક ચક્રની સાયકલમાં પણ સુધારો લાવે છે. પરંતુ શું ખરેખર આ મસાજથી પ્રેગનન્સી કન્સિવ કરવામાં મદદ મળે છે?
એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ વાતમાં વૈજ્ઞાનિક તથ્ય નથી કે માલિશથી પ્રજનન ક્ષમતામાં સુધારો થાય. પરંતુ ઓછામાં ઓછા એક અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે, શારીરિક વ્યાયામ કરવાથી તમારું સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે જે પ્રેગનન્સી કન્સિવ કરવામાં મદદરૂપ બને છે.
જો કે આયુર્વેદ અનુસાર ફર્ટિલિટી વઘારવા માટે પેલ્વિક ભાગોની માલિશ કરવાનું કહેવામાં આવ્યુ છે. અનેક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, પેલ્વિક ભાગ પર માલિશ કરવાથી ગર્ભાશય અને બીજા ભાગોમાં ઓક્સિજનની માત્રા વધે છે જેમાં ઓવરીમાં એગની ક્વોલિટી વધુ સારી થઇ શકે છે. આ સાથે હોર્મોન્સ પણ સંતુલિત રહે છે જેમાં કન્સિવ કરવામાં મદદ મળી શકે છે. સ્ટડીના જણાવ્યા અનુસાર 35 થી વધુ ઉંમરની ગર્ભવતી મહિલાઓને ફર્ટિલિટી મસાજ કરાવવો જોઇએ. જેનાથી મહિલાઓને ડિલિવરી સમયે દુખાવો ઓછો થાય અને પ્રસવ પક્રિયા સમયે કોઇ તકલીફ ના પડે
Recent Comments