શું તમારા ઘરનું ઈલેક્ટ્રીસિટી બિલ વધારે આવે છે? તો આ નાનકડો ફેરફાર કરો હજારો રૂપિયા બચી જશે…
શું તમારા ઘરનું ઈલેક્ટ્રીસિટી બિલ વધારે આવે છે? તો આ નાનકડો ફેરફાર કરો હજારો રૂપિયા બચી જશે…
આપણા ઘરમાં સામાન્ય રીતે દર બે મહિને વિજળીનું બિલ આવતુ હોય છે. જો કે આ બિલ કોઇના ઘરમાં એકદમ વધારે તો કોઇના ઘરમાં એકદમ જ ઓછુ આવતુ હોય છે. પણ જો તમારા ઘરમાં વધારે બિલ આવતુ હોય તો આજે અમે આપને એક ટિપ્સ જણાવીશું કે જેની મદદથી તમારૂ લાઈટબિલ એકદમ ઓછુ આવશે..
આજે એવુ કોઈ પણ ઘર નથી કે જ્યાં TV ના હોય. તો મહિનાના આવશ્યક ખર્ચામાં TV પર આવતુ વિજળી બિલ પણ એક મહત્વનો ખર્ચ છે. ત્યારે આજે અને આપને જણાવીશું કે માત્ર ટીવીના લીધે પણ તમે હજારો રૂપિયાનું બિલ બચાવી શકો છો…
મોટાભાગના લોકો ટીવીને મેઈનસ્વીચથી બંધ કરતા નથી. પણ તેઓ રિમોટથી જ બંધ કરતા હોય છે. જેના કારણે બિલ વધુ આવે છે. ભારતમાં લગભગ 70 ટકા લોકો TVની મેન સ્વિચ બંધ કરવાના બદલે ફક્ત રિમોટથી બંધ કરે છે.
TVને સ્ટેન્ડબાય છોડવાથી તમારા વિજળી બિલમાં વધારો થાય છે. આવો તમને જણાવીએ TV સાથે જોડાયેલી એવી ટીપ્સ કે જેને અપનાવીને તમે તમારું વિજળી બિલ ઘટાડી શકો છો. જ્યારે કોઈ ગેજેટને ચાલુ રાખવામાં આવે છે ત્યારે આ તમારી વિજળીની સૉકેટમાંથી વિજળી પ્રાપ્ત કરે છે. તેથી તેને નિમ્ન સ્તર પર ચલાવવાનું યથાવત રાખો. જેથી કોઈ પણ ગેજેટની સ્વીચ બંધ કરવાની આદત પાડો…
જો કપડા વોશિંગની ક્ષમતાથી વધારે નાંખશો તો તમારું વીજળી બિલ વધારે આવશે આથી વોશિંગ મશીનમાં ક્ષમતા મુજબ કપડા ધોવા માટે નાખો.
ગરમ પાણી કરવા માટે જો વોટર હીટર છે તો એને હંમેશા 48 ડિગ્રી પર રાખો. આથી તમારી વીજળી વધારે ખર્ચ નહી થાય.
Recent Comments