આજકાલ સફેદ વાળ ઉગવા તે સામાન્ય વાત થઈ ગઈ છે. બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે નાની ઉંમરમાં જ સફેદ વાળ આવવા લાગે છે. ઘણી વખત તો જન્મેલા બાળકના વાળ પણ સફેદ આવતા હોય તેવા જોવા મળે છે. એટલ કે સફેદ વાળ આવવા તે હવે સામાન્ય વાત થઈ ગઈ છે.
પણ આજે અમે આપને જણાવીશુ કે દિવસને દિવસે થઈ રહેલા સફેદ વાળને પરમેન્ટ રીતે કેવી રીતે કાળા વાળ કરી શકાઈ… જાણો સફેદ વાળને કાળા કરવા માટે શું કરવું જોઈએ…
આમળાનો પાઉડર અને નારિયેળ તેલ
એક બાઉલમાં નારિયેળ તેલ લો. તેને એક મોટા વાસણમાં મૂકો અને તેને ગરમ કરો. થોડીવાર પછી તેમાં આમળા પાવડર ઉમેરો. ધ્યાનમાં રાખો કે તમારે 2 ચમચી નારિયેળ તેલમાં એક ચમચી આમળા પાવડર મિક્સ કરવાનો છે. જ્યાં સુધી બંને ઘટકો સંપૂર્ણપણે કાળા ન થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે તેને ઠંડુ થવા દો. થોડા સમય પછી તેને વાળમાં લગાવો. તેને એક કલાક સુધી રાખો અને પછી સાદા પાણીથી વાળ ધોઈ લો.
આમળા પાઉડર અને એલોવેરા
એલોવેરાના તાજા પાન લો અને તેને પીસીને પેસ્ટ બનાવો. તેને આમળા પાવડર સાથે મિક્સ કરો. ઉપર ગરમ પાણી રેડવું. તેને થોડીવાર ઠંડુ થવા દો અને ઠંડુ થયા બાદ આ પેસ્ટને વાળમાં લગાવો. તેને 45 મિનિટ સુધી રાખો.
અરીઠા અને સિક્કાકાઈ
આમળાનો પાઉડર, અરીઠા અને સિક્કાકાઈને લોખંડની કડાઈમાં પાણી વડે મિક્સ કરો. તેને ઢાંકીને આખી રાત રહેવા દો. બીજા દિવસે તેને તમારા વાળમાં લગાવો અને પછી એક કલાક માટે છોડી દો. એક કલાક પછી વાળ ધોઈ લો. આવું અઠવાડિયામાં એક વાર બે મહિના સુધી કરો.
Recent Comments