રાષ્ટ્રીય

શું તમે જાણો છો કોમેડી કિંગ કપિલ શર્મા બીએસએફ અને આર્મીમાં જવા માંગતો હતો

કપિલ શર્મા નામ પડતાની સાથે જ કોમેડી યાદ આવે છે અનેક લોકોને હસાવી હસાવીને લોટપોટ કરવામાં માહિર અમૃતસર, પંજાબનો પૂતર કપિલ શર્મા એક અજાયબી છે. કપિલ શર્મા જેવી કોમેડી આજ સુધી કોઈ કરી શક્યું નથી. કપિલ શર્માની કોમેડી સાત વર્ષના બાળકથી લઈને બુજૂર્ગને પણ પસંદ પડે છે.

ખાસ કરીને બોલીવુડ સીતારા પણ તેની કોમેડી પર આફરીન થઇ જતા હોય છે ત્યારે કપિલ શર્માની પોતાની લાઈફ પણ અલગ સ્ટ્રગલથી ભરેલી રસપ્રદ છે. તેની લાઈફ ના કેટલાક કિસ્સાઓમાં ઝાંખી ને જોઈએ તો તેના કરિયરની શરૂઆત થઈ એ પહેલા તે બીએસએફ અને આર્મીમાં જવા માગતો હતો કેમ કે તેના પિતા ખુદ પોલીસમાં હતા પરંતુ તેના સગા સંબંધીઓ આર્મીમાં હતા એટલા માટે તેને પણ આર્મીમાં જવાનો એક સમયે શોખ જાગ્યો હતો.

કપિલ શર્માએ નેટફ્લિક્સ પર આવી રહેલા આઈ એમ નોટ ડન યેટ શો પહેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું એકવાર બીએસએફમાં ભરતી થવા માટે કેમ્પ માં ગયો હતો આ ખુદ કપિલ શર્માએ કબૂલ કર્યું હતું. આ ઉપરાંત આર્મીમાં પણ તે જવા માંગતો હતો તેવું તેને જણાવ્યું હતું.

આમ જો કપિલ આર્મીમાં અને બીએસએફ માં ગયો હોત તો દેશની સેવા કરતો હોત પરંતુ જે આપણને કોમેડી કિંગ રૂપે કપિલ શર્માની ઓળખ જે થઇ છે તે કદાચ ના થઇ હોત. આગામી સમયમાં કપિલ શર્મા નેટફ્લિક્સ પર i’m not done yet નામનો અદભુત કોમેડી શો લઈને આવી રહ્યો છે આ કોમેડી બિલકુલ અલગ હશે તે તેના અન્ય કેટલાક રહસ્યને પણ જીવનના ઉજાગર કરશે.

Follow Me:

Related Posts