શું નવરાત્રિમાં ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના ટીકીટ દર માત્ર ૧૦૦ રૂપિયા?!…
૨૩ સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય સિનેમા દિવસ’ના પ્રસંગે દેશભરના તમામ સિનેમાઘરોમાં લોકોને માત્ર ૭૫ રૂપિયામાં કોઈપણ ફિલ્મ જાેવાની તક મળી હતી. લોકોએ આ ઓફરનો ફાયદો પણ ઉઠાવ્યો અને સિનેમાઘર હાઉસફૂલ રહ્યા અને થિયેટર્સમાં લાગેલી તમામ ફિલ્મોને તેનો ફાયદો મળ્યો. લગભગ બધી ફિલ્મોએ સારી કમાણી કરી. તેમાંથી એક નામ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ છે. નેશનલ સિનેમા ડેના પ્રસંગે ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો અને ફિલ્મે લગભગ ૧૦ કરોડનું કલેક્શન કર્યું. હવે દર્શકોની પાસે ફરીથી ઓછી કિંમતમાં ‘બ્રહ્માસ્ત્ર’ જાેવાની તક છે. હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ સો.મીડિયામાં જાહેરાત કરી હતી કે નવરાત્રિના પ્રથમ ચાર દિવસ ફિલ્મની ટિકિટ ૧૦૦ રૂપિયામાં મળશે.
ઉલ્લેખનીય છે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડેના સેલિબ્રેશન હેઠળ ૭૫ રૂપિયામાં ટિકિટ વેચવામાં આવી હતી. આનો ફાયદો ‘બ્રહ્મસ્ત્ર’ને થયો હતો. આથી જ ૨૬ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી ‘બ્રહ્માસ્ત્ર’ની ટિકિટ ૧૦૦ રૂપિયા કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અયાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘નેશનલ સિનેમા ડેએ અમને શીખવ્યું કે ટિકિટની યોગ્ય કિંમત હોય તો દર્શકો ફિલ્મ જાેવા આવી શકે છે. આથી જ આ ફિલ્મનો બિગ સ્ક્રિન પર અનુભવ લેવા માટે દર્શકો વધુમાં વધુ આવે તે માટે અમે ટિકિટની કિંમત ૧૦૦ રૂપિયા કરવાનો ર્નિણય લીધો છે.’ નેશનલ સિનેમા ડે પર થિયેટરમાં ૭૫ રૂપિયામાં ટિકિટ વેચાઈ હતી. ટિકિટ સસ્તી હોવાથી ‘બ્રહ્માસ્ત્ર’ની ૧૫ લાખ ટિકિટ વેચાઈ હતી. ત્રીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં ૨૪૦%નો વધારો થયો છે.
Recent Comments