રાષ્ટ્રીય

શું બીબીસીએ એજન્ડા માટે ચીની કંપની પાસેથી પૈસા લીધા? : ભાજપના સાંસદનો આરોપ

બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીના નવા વળાંકમાં, બીજેપી સાંસદ અને એડવોકેટ મહેશ જેઠમલાણીએ મંગળવારે યુકે બ્રોડકાસ્ટરની પીએમ મોદી અને ગુજરાતના રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટરીની સિરિઝને ચીન સાથે જાેડાયેલા હ્યુઆવેઈ સાથે જાેડવામાં આવ્યું છે. ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરના તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવતી બીબીસીની ડોક્યુમેન્ટરીએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ઘણા લોકોએ યુકેના પ્રસારણકર્તાને ‘જૂઠ’નો ફેલાવો કરવા માટે ટીકા પણ કરી છે. જॅીષ્ઠંટ્ર્ઠંર્િ.ષ્ઠ.ેાના અહેવાલને ટ્‌વીટ કરીને જેઠમલાણીએ કહ્યું કે, ‘બીબીસી ભારત વિરોધી કેમ છે? કારણ કે તેને તેના એજન્ડાને આગળ વધારવા માટે ચીન સાથે જાેડાયેલી કંપની ૐેટ્ઠુીૈ પાસેથી નાણાંની સખત જરૂર છે. (બીબીસી એક ફેલો ટ્રાવેલર, કોમરેડ? જયરામ?) તે એક સરળ રોકડ-પ્રમોશન ડીલ છે. બીબીસી વેચાણ માટે છે.’ ફેલો ટ્રાવેલરનો મતલબ એક એવી વ્યક્તિ અથવા સંસ્થાનો ઉલ્લેખ કરે છે જે કોઈ ચોક્કસ જૂથ અથવા રાજકીય પક્ષ (ખાસ કરીને સામ્યવાદી પક્ષ) ના સભ્ય નથી, પરંતુ જે તે જૂથના ઉદ્દેશ્યો અને નીતિઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.

મહેશ જેઠમલાણી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ‘ધ સ્પેક્ટેટર રિપોર્ટ’ – શીર્ષકઃ મ્મ્ઝ્ર હજુ પણ પ્રતિબંધિત ૐેટ્ઠુીૈ પાસેથી પૈસા લઈ રહ્યું છે – મ્મ્ઝ્ર ની શંકાસ્પદ નવી કોર્પોરેટ ભાગીદારી વિશે વાત કરે છે, જેમાંથી એક ચીની ટેક જાયન્ટ ટેક કંપની ૐેટ્ઠુીૈ સાથે છે અને જે ૨૦૧૯ માં યુએસ અને ૨૦૨૦ માં બ્રિટન દ્વારા ૫ય્ નેટવર્ક્‌સ માટે સુરક્ષાની ચિંતાઓને લઈને પ્રતિબંધિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ બે ભાગમાં છે, જે ૨૦૦૨ના ગુજરાત રમખાણો સંબંધિત કેટલાક પાસાઓની તપાસ પર આધારિત હોવાનો દાવો કરે છે. વર્ષ ૨૦૦૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. વિદેશ મંત્રાલયે ડોક્યુમેન્ટરીને ‘પ્રચારના ભાગ’ તરીકે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, તેમાં નિષ્પક્ષતાનો અભાવ છે અને તે સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે.

Related Posts