લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં ૧૪-૧૪ વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલના દરેક પાત્ર ઘેર-ઘેર લોકપ્રિય છે. અત્યારસુધી ઘણા કલાકારોએ આ સિરિયલને અલવિદા કહી દીધું છે. આ શો અત્યારે ચર્ચામાં છે, કેમ કે શોમાં શૌલેષ લોઢાએ શૂટિંગ બંધ કરી દીધું છે. શૈલેષના શો છોડવાના સમાચાર જ્યારે શરૂઆતમાં સામે આવ્યા તો મેકર્સે આ પ્રકારના સમાચારને નકારી કાઢ્યા હતા. જાે કે. બાદમાં મેકર્સે નિવેદન જારી કર્યું કે શૈલેષ તારક મહેતાનું શૂટિંગ બંધ કરી ચૂક્યો છે. હવે હાલમાં જ સામે આવેલા સમાચાર પ્રમાણે, મેકર્સે શો માટે શૈલેષ લોઢાનું રિપ્લેસમેન્ટ શોધી કાઢ્યું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, હવે શોમાં સચિન શ્રોફ તારક મહેતાની ભૂમિકામાં જાેવા મળશે. એટલું જ નહીં પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સચિન બે દિવસ શોનું શૂટિંગ પણ કરી ચૂક્યો છે. આ મામલે સચિન શ્રોફ સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, જાે કે વાત થઈ શકી નહીં.
ટીવીના પોપ્યુલર અને હેન્ડસમ એક્ટરમાંના એક છે સચિન શ્રોફ, જે ઘણા શોમાં જાેવા મળ્યો છે. છેલ્લે સચિન શ્રોફ ર્ં્્ પ્રોજેક્ટ આશ્રમ અને ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યારમ મેં જાેવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, શૈલેષ લોઢા પહેલા તારક મહેતાની ભૂમિકામાં જાેવા મળતા હતા. માર્ચ ૨૦૨૨માં તેમણે શોનું શૂટિંગ બંધ કરી દીધું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તે પોતાના કોન્ટ્રાક્ટથી ખુશ નહોતા, તેમને એવું લાગતું હતું કે તેમની તારીખોનો યોગ્ય રીતે શોમાં ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. શૈલેષના શો છોડવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે તે વધારે તકોને એક્સપ્લોર નહોતા કરી શકતા. ગયા વર્ષે તેમણે ઘણી ઓફર્સ ઠુકરાવી હતી. શૈલેષ તારક મહેતા છોડ્યા પછી વાહ ભાઈ વાહમાં જાેવા મળે છે, જે અલગ ચેનલ પર પ્રસારિત થાય છે. પ્રોડક્શન હાઉસે શૈલેષ લોઢાને મનાવીને શોમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો જાે કે કંઈ થઈ શક્યું નહીં.
Recent Comments