fbpx
બોલિવૂડ

શું? હેરાફેરી ૩ અને વેલકમ ૩ આવશે ખરા ફ્લોર પર?…

કોરોના મહામારી બાદની સ્થિતિમાં બોક્સઓફિસ પર એક્શન ફિલ્મોનો દબદબો રહ્યો છે. લોકડાઉન ખુલ્યા બાદ હિટ થયેલી પહેલી ફિલ્મ સૂર્યવંશીથી માંડીને કેજીએફ-૨ સુધીની મારધાડવાળી ફિલ્મો ઓડિયન્સને વધુ પસંદ આવી છે. એક્શન ફિલ્મોની વધતી સંખ્યા જાેઈને મારધાડનો ઓવરડોઝ થઈ રહ્યો હોવાનું ક્રિટિક્સ અને ફિલ્મમેકર્સ જણાવી ચૂક્યા છે. હવે એક્શનની આગેકૂચને રોકવા માટે કોમેડી ફિલ્મોનો કાફલો લાવવાની કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે ફિરોજ નડિયાદવાલાએ હેરાફેરી અને વેલકમની સીક્વલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હેરાફેરીમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલે લોકોને હસાવી-હસાવીને તોતિંગ આવક મેળવી હતી. જ્યારે વેલકમમાં અનિલ કપૂર અને પરેશ રાવલે ગેંગસ્ટરના રોલમાં કોમિક હથિયાર ચલાવ્યા હતા. આ બંને ફિલ્મોના પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલા લાંબા સમયથી સીક્વલ બનાવવા માગતા હતા.

તેમણે હવે હેરાફેરી ૩ અને વેલકમ ૩નું પ્રોડક્શન શરૂ કરવા તૈયારીઓ હાથ ધરી છે. આ અંગે ટૂંક સમયમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે. બૉયકોટ બોલિવૂડનો ટ્રેન્ડ શરૂ થયો તે પહેલાથી હેરાફેરીની સીક્વલ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ નક્કર કામગીરી થતી ન હતી. રિપોર્ટ મુજબ ૨૦૨૩ના વર્ષની શરૂઆતમાં હેરાફેરી ૩ને ફ્લોર પર લઈ જવાની નડિયાદવાલાની ઈચ્છા છે. તેના માટે પ્રોડ્યુસર આનંદ પંડિત સાથે વાતચીત ચાલી રહી છે અને અપકમિંગ ફિલ્મમાં જૂની કાસ્ટને જ યથાવત રાખવાનો પ્લાન છે. ફિલ્મનું ડાયરેક્શન પ્રિયદર્શનના બદલે અન્યને સોંપાય તેવી શક્યતા છે. પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી અગાઉ જેવી જ ધમાલ કરશે, પણ ડાયરેક્ટર નવા હશે. વેલકમ ૩માં પણ જૂની કાસ્ટ – અનિલ કપૂર, નાના પાટેકકરને યથાવત રાખવાની નડિયાદવાલાની ઈચ્છા છે. વેલકમ ૩ને નડિયાદવાલા એકલા પ્રોડ્યુસ કરશે.

Follow Me:

Related Posts